ચંદ્રની ભ્રમણ કક્ષામાં છ દિવસનો પ્રવાસ ખેડીને ચંદ્રયાન-ર ર૦મી ઓગષ્ટે ચંદ્ર પર પ્રસ્થાપિત થશે
ભારતીય અવકાશ વિજ્ઞાનીકોની મહેનત અને સતત સંશોધનના પરિણામથી આપણું દેશ અત્યારે વિશ્ર્વના ટોચના દેશોમાં અવકાશ સંશોધન ક્ષેત્ર અને અભ્યાસમાં આગળ નીકવ્યું ગયું છે. અમેરિકા, રશિયા, જર્મની અને ચીનથી પણ બે ડગલા આગળ નીકળ ગયું હોય તેમ મિશન ચંદ્રયાન-રને ચંદ્રની ભુમિ પર પહોચવાની દિશામાં હવે ભારત માટે દિલ્હી જરાપણ દુર રહ્યું નથી.
વહેલી સવારે બુધવાર મોડી રાત્રે ૨.૨૧ મીનીટે ચંદ્ર યાન-રએ ચંદ્રની ભુમિ પર પહોચવા માટેની અંતિમ સફરના ભાગરુપે પૃથ્વીની ભ્રમણ કક્ષાને અલવિદા કહીને ચંદ્ર પર પહોચવાની દિશામાં પ્રયાસ કરી લીધું છે.
ઇસરોએ ચંદ્રયાન-ર ને ચંદ્ર તરફ મોકલવાની દિશામાં આયોજન બઘ્ધ રીતે ગોઠવેલા તબકકાવાર કાર્યક્રમોમાં બીજુ ચરણને પ્રાપ્ત કરીને ચંદ્રયાન-રના યાનમાં પ્રવાહી ઇંધણથી ચાલતા મશીનને ૨૦૩ સેક્ધડ ના સમયગાળા સાથે ચાલુ કરીને રર દિવસ ના પ્રવાસ બાદ પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી આજે વહેલી સવારે ચંદ્રમાં ભણી પ્રયાણ શરુ કરી દીધો હતો.
ઇસરોના ચેરમેન કેસીવન એ જણાવ્યું હતું કે ચંદ્રયાન-ર ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોચવા માટે હજુ છ દિવસનો પ્રવાસ ખેડશે ર૦ ઓગષ્ટે ચંદ્રયાન તેનું લક્ષ્ય પુરુ કરશે પૃથ્વીથી ચંદ્રનું અંતર ૩.૮૪ લાખ કીમી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
ચંદ્રયાન-રને ચંદ્રની ભૂમી પર પ્રસ્થાપિત કરવા અને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોચાડવા માટે ઇસરોએ પસંદ કરેલા પાંચ કેન્દ્ર બિંદુમાંથી ઓગષ્ટ-૬ ના રોજ ચંદ્રયાન સામાન્ય રીતે અંતિમ સફર માટે રવાના થયું હતું ૩,૮૫૦ કીલોનું વજન ધરાવતા યાનમાં ર,૫૪૨ કિલો તો ઇંધણનું જ વજન છે. ભુમિથી ચંદ્ર સુધીનું ૩.૮૪ લાખ કીમીનું અંતર કાપવા માટે જરુરી ઇંધણની ક્ષમતા અને અવકાશમાં સરળતાથી લાખો કીમીની સફર પૂરી કરી શકે તે માટે ચંદ્રયાન-ર ની આદર્શ રચના વિજ્ઞાનીકો માટે પડકાર રુપ બની હતી. પરંતુ ઇસરોએ ચંદ્રયાન-ર ની રચના ક્ષતિ રહિત બનાવવામાં સફળતા મેળવે છે ચંદ્રયાન-ર ચંદ્રની ભ્રમણ કક્ષામાં મુખ્ય યાનમાંથી છુટ્ુ પડીને ચંદ્રની નિશ્ર્ચિત પ્રદક્ષિણઓ પુરી કરી ચંદ્રની ભુમિ પર ઉતરવા માટે ૧૦૦ કીમી ઉપરથી ધીરે ધીરે ચંદ્રની ભુમિ પર ઉત્રાણ કરશે. ભુમિ પરથી ઊડેલું ચંદ્રયાન-ર ઉતરણ માટે તેની પ્રાયલસન સીસ્ટમનો ઉપયોગ કરશે.
ભારતીય અવકાશ કાર્યક્રમના ભીષ્મ પિતામહ વિક્રમ સારાભાઇનું નામ જેને મળ્યું છે તે વિક્રમ લેન્ડર ચંદ્રમાની ભુમિ પર યાનને ઉતરવામાં મહત્વની ભુમિકા અદા કરશે ૩૦ થી ૧૦૦ કીમીના અક્ષાંશ પર છઠ્ઠી સપ્ટેમ્બરે પહોચનાર ચંદ્રયાન-ર તેના ઉતરાણની અંતિમ પ્રકિયા હાથ ધરશે વિક્રમ લેન્ડર ભુમિ પર પ્રજ્ઞાન રોવરને ઉતારીને ફરીથી ૪ કલાકમાં જ તે એકસેક્ધડના એકસેમીની ગતિથી પાછુ વળશે પ્રજ્ઞાન પૃથ્વીના ૧૪ દિવસના એક ચંદ્રદિવસના હિસાબે ચંદ્રમાં ભુમિ પર ૫૦૦ મીટર જેટલું પરિભ્રમણ કરીને ચંદ્રની સપાટી પરથી તસ્વીરો મોકલશે અને તમામ વિગતો વિક્રમની લેન્ડરના માઘ્યમથી પૃથ્વી પર ૧પ મીનીટના સમય ગાળામા પહોચાડતું રહેશે. વિક્રમ અને પ્રજ્ઞાને ચંદ્રદિવસના સમયગયાળો મુજબ કામ કરશે અને ચંદ્ર પર પ્રસ્થાપિત ઉપકરણોના માઘ્યમથી આપણને ચંદ્રની માહીતી મળતી રહેશે.
ભારતના વિજ્ઞાનીકોએ આશા છે કે ચંદ્રયાન-ર ના માઘ્યમથી પ્રાપ્ત થનારી તસ્વીરો અને માહીતીથી અત્યાર સુધી ચંદ્રના જે વિસ્તારો માહીતી કોઇને મળી નથી તેવા પૃથ્વી પરથી ન દેખાતા ચંદ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પાણી અને વાતાવરણ અંગેની માહીતીઓ અવકાશમાં અવનવા સઁશોધનની વિગતો આપશે.
ચંદ્રયાન-ર માં ભારતના વિજ્ઞાનીકો દ્વારા જ તૈયાર કરવામાં આવેલા ૧૩ જેટલા દેશી પેલોડ ઉપકરણો અવકાશ વિજ્ઞાન ભુસ્તર ખનીજ તત્વો અને ચંદ્રમાની ભુમિ પર રહેલા રાસાયણિક તત્વો અને ચંદ્રમાની ભુમિ પર રહેલા રાસાયણિક તત્વો અને ચંદ્રની માટીની ઉ૫લી સપાટી પર રહેલા તત્વોની ઝીણી ઝીણી વિગતોની માહીતી મળશે.
જેનાથી ચંદ્રમાની ઉત્પતિ તેની રચના અને ચંદ્રની માટીમાં રહેલા સંભવિત જીવાસમીઓના અભ્યાસની તકથી પૃથ્વીના વિજ્ઞાનીકોની ચંદ્રમા અને પૃથ્વી સિવાયના ગ્રહો અભ્યાસ માટે મહતવની વિગતો કે જે અત્યાર સુધી કોઇને પ્રાપ્ત થઇ તેની પ્રાપ્તી થશે.