જેટની ઉડાન ફરી બની ધૂંધળી: વોલ્કેમ ઇન્વેસ્ટમેન્ટે બીડમાં ભાગ લેવાનો નનૈયો કર્યો!
ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રે એર ઇન્ડિયા બાદ જેટ એરવેઝે પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી દેશને અનેકવિધ પ્રકારે મદદ કરી હતી પરંતુ દિન-પ્રતિદિન દેશમાં વિલફુલ ડિફોલ્ટરો વધતાની સાથે જ જેટ એરવેઝ ગ્રાઉન્ડેડ થઈ ગયું છે ત્યારે જેટને ફરી ઉડાન ભરાવવા સરકાર, બેંક સહિત અનેક કંપનીઓ એકસપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ જાહેર કર્યા છે ત્યારે હિન્દુજા ગ્રુપ પણ પીછેહઠ કરી હતી. હાલ જેટનો ખાડો પુરવા કોઈ જ કંપની તૈયારી દાખવતી હોય તેવું સામે નથી આવી રહ્યું.
સાઉદીની ઈતિહાદે પણ નનૈયો કરી જેટને બચાવવા માટેનાં પ્રયત્નો કરવાનું બંધ કરી દીધું છે ત્યારે અનિલ અગ્રવાલનાં ફેમિલી ટ્રસ્ટ વોલકેન ઈન્વેસ્ટમેન્ટે પણ તૈયારી દાખવી હતી અને જેટ એરવેઝનાં બિડીંગમાં ઈન્ટ્રેસ દાખવ્યો હતો પરંતુ અચાનક તો એવું શું બન્યું કે ૨૪ કલાકની અંદર જ વોલકેન ઈન્વેસ્ટમેન્ટે જેટની બીડમાં ભાગ ન લેવા માટે સમજુતી કરી ત્યારે હવે પ્રશ્ર્ન જેટ માટે એ ઉદભવિત થયો છે કે શું જેટ ફરી ઉડાન ભરશે કે કેમ ? ત્યારે હાલ જેટની ઉડાન ફરી ધુંધળી બની છે.
દેશમાં જે કોઈ વિલફુલ ડિફોલ્ટરો રહેલા છે તેનાં પર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો દેશને અનેકવિધ પ્રકારે નુકસાની પહોંચવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ભારત દેશમાં ઉડ્ડયન ક્ષેત્રે એર ઈન્ડિયા, જેટ ત્યારબાદ વિસ્ટારા પોતાનું સામ્રાજય સ્થાપિત કર્યું છે ત્યારે એર ઈન્ડિયા પણ જાણે ડચકા ખાતી હોય તેવી સ્થિતિ સામે આવતા જ સરકાર એર ઈન્ડિયાનો હિસ્સો અન્ય કંપનીઓને વહેંચવા માટે વિચારણા કરી રહ્યું છે જયારે જેટની કફોડી સ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જેટ ફરી ઉડાન ભરશે કે કેમ તે મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. જેટ એરવેઝ જયારે કાર્યરત હતું ત્યારે સ્થાનિક લોકો માટે ઉડ્ડયન ક્ષેત્ર અતિ મહત્વપૂર્ણ બન્યું હતું અને નજીવા દર પર કંપની હવાઈ પરીવહનમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી અનેકવિધ પ્રકારે નફો પણ રળતી હતી પરંતુ વિલફુલ ડિફોલ્ટરોનાં કારણે જેટની સ્થિતિ કફોડી બની હોવાનું પણ માનવામાં આવે છે ત્યારે જેટનાં તારણહાર જ પાણીમાં બેસી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.