પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેનું મહત્વ સમજયે શ્રી શિવપુરાણના આધારે જોઇયે તો કર્ક સંક્રાન્તિ યુકત શ્રાવણ માસ ભગવાન શિવજીને પ્રિય છે. અને ભકતોને ઐશ્ર્વર્ય અને સંપૂર્ણ મનોવાછિત ભોગો અને ફળ આપે છે. અષાઢ વીદ એકમને બુધવાર તા. ૧૭-૭ થી શ્રાવણ વદી ર શનિવાર તા. ૧૭-૮-૨૦૧૯ સુધી કર્ક સંક્રાન્તિ રહે છે જે પુનમીયા માસ મુજબ ગણત્રી થાય જેથી વૈષ્ણવ સંપ્રદાયમાં અષાઢ વદી બીજથી જ હિંડોળાના દર્શન શરુ કરી શ્રાવણ વદી બુજ સુધી થાય છે જે વ્રજનો શ્રાવણ માસ ગણાય.
શ્રાવણ માસમાં મૂવશીર્ષ યુકત ૯ ના દિવસે પુંજન અર્ચના તથા શિવ પંાાક્ષર મંત્રના જપ કરવાથી મનો વાંછિત ફળ મલે છે. આ યોગ શ્રાવણ વદી ૯ રવિવાર તા. ૨૫-૮-૨૦૧૯ ના રોજ સૂર્યાદયથી ૮-૧૧ મીનીટ સુધી જેમાં પુજન અને જપ કરવા અતિઉત્મ ગણાય.
પૂંજનનો અર્થ શું છે:- પૂર્જાય તે અનેન ઇતિ પૂજા પૂ: નો અર્થથાય છે ભોગ અને ફળની સિઘ્ધી તેજે કર્મથી સમ્પન્ન થાય છે તેને પૂજા કહેવાય મનોવાંછિત વસ્નુ-ફળ તથા જ્ઞાન એજ અભિષ્ટ વસ્તુ છે.
શિવજીનું લિંગ શા માટે:- શ્રી શિવપુરાણ વિદ્યેશ્ર્વર સંહિતા પાંચમાં અઘ્યાય ૧૯-૩૨ શ્ર્લોકમાં દર્શાવ્યા મુજબ શિવજી બ્રહ્મરુપ છે. અને કલા રહિત નિરાકાર હોવાથી તેમની જ પૂજામાં નિરાકાર લીંગ ને સર્વ વેદોએ માન્ય કરેલ છે. વળી તે સકલ સાકાર પણ છે જેથી મૂતિને પણ લોક માન્ય ગણે છે એટલે મૂર્તિની પણ પૂંજા થઇ શકે પરંતુ લિંગને વેદોએ માન્ય ગણેલ હોઇ દરેક પ્રકારના હેતુ માટે લિંગ પૂજા માન્ય અને પ્રસસ્ત છે. હવે શીવ સિવાયના બીજા બધા દેવો જીવરુપ અને સકલ છે જેથી તેમની પૂજામાં મૂર્તિ જ માન્ય છે તેનું લિંગ હોઇ શકે નહી દેવોને પ્રગટ થવામાં કેવળ સાકાર રુપ જ હોય છે પરંતુ શિવજીના દર્શનમાં લિંગ તેમજ મૂર્તિ બન્ને દેખાય છે.
શિવ લિંગની ઉત્પતિ:- શિવજી અનાદિકાળથી છે આ સૃષ્ટિની ઉત્પતિ અગાઉ પણ શિવ એક જ બાકી રહે છે પણ લિંગરુપે શિવજી મહાકાલ નામના કલ્પમાં જયાબે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચેયુઘ્ધ થયું આપણા મામોટું કોણ ત્યારે ભગવાન શિવજી મહારાજએ તેઓની વચ્ચે સ્થંભ રુપી ઉત્પન્ન થયા જેનો આદિ કે અંત જાણી શકાયો નહિ ત્યારે ભગવાને શિવજી મહારાજાએ આદેશ કર્યો તમો સૃષ્ટિનું સર્જન અને પાલન કરો આમ પોતે ત્યાં લિંગ રુપે સ્થપિત થયા ત્યારથી શિવજીનું લિંગ અને મૂર્તિ બન્ને કલ્પવામાં આવ્યા પરંતુ અન્ય દેવોની ફકત મૂર્તિ રાખવામાં આવેલ છે. બીજા દેવો ફકત ભોગને જ આપે છે. જયારે શિવજી ભોગ અને મોક્ષ બન્ને આપે છે. વિષ્ણુ ભગવાને સૃષ્ટિનું પાલન કરવાનું હોઇ શિવજીનું તપ કયુૃ એટલે તેમને મોક્ષ આવાની શકિત મળેલ છે. પંચાક્ષર મંત્રના જપ કરવા માટે શિવપુરાણ વિદ્યેશ્ર્વર સંહિતા ના અગિયારમાં અઘ્યાય ૪૨-૪૩ માં શ્ર્લોક આ મુજબ દર્શાવેલ છે બ્રાહ્મણો એ ૐ નમ: શિવાય એ રીતે જપ કરવા પરં તુ બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણોએ તથા સ્ત્રોઓને ઓમકાર રહિત શિવાય નમ: આમ બોલી જપ કરવા જપના જુદા જુદા પ્રકારો છે પરંતુ કોઇ સાંભળે નહી એ રીતે મનમાં મંત્ર બોલી જય કરવા જે ઉત્તમ ગણાય.
શિવ નૈવેદ્ય:- જયાં ચંડમાં અધિકાર નથી તે દરેક જગ્યા શિવજીને ધરાવેલ પ્રસાદ લઇ શકાય છે શિવનો પ્રસાદ એજ ક્ષણે લઇ લેવો જોઇએ પ્રસાદ લેવા જેટલું મોડું કરવામાં આવે તેટલું પાપ લાગે છે પ્રસાદનો અનાદર કરાય નહી જે સામગ્રી શિવલીંગ ઉપર ચઢાવેલ હોય શિવજીની જલાધારીમાં મુકેલ હોય તેમાં ચંડનો હક થાય છે પ્રસાદ લેવાય નહિ.