ગઈકાલ સાંજથી જ વરસાદે મન મુકીને વરસવાનું શરૂ કરતાં સૌરાષ્ટ્ર સહિત હાલારમાં વરસાદી મહેરની સાથે સાથે ક્યાંક કહેર પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદને પગલે જામનગર જિલ્લાના ધ્રોલ-જોડીયા પંથકમાં 24 કલાકમાં 9 થી 10 ઈંચ જેેેટલો વરસાદ ખાબકતા બાલંભા અને બેડાધાર જેવા ગ્રામ્ય વિસ્તારમા પાણી-પાણી થઈ ગયું છે. અહીં લોકો જળ વચ્ચે ફસાયા હોવાની જાણ થતાં જ 20 જેટલા પરિવારોને એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી ફુડપેકેટ મોકલવામાં આવ્યા હતા.
જામનગરથી જિલ્લા કલેકટર રવિશંકરે આજેે સવારથી જિલ્લાભરના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદે તંત્રના તમામ અધિકારીઓને પહોંચવા આદેશ અપાયા હતા. ધ્રોલ તાલુકાના લતિપર પંથકમાં પણ ચાર જેટલા લોકોને રેસ્ક્યુ કરી  બહાર કાઢવામાં આવ્યા હતા  આ ઉપરાંત પૂરગ્રસ્ત સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ માટે પણ એરફોર્સની મદદ માગવામાં આવી હતી. રાજ્ય સરકાર સાથે સંપર્ક કરી જોડિયા પંથકના બાલંભા અને બેડ બેડાધાર ગામે સાંજે એરફોર્સના હેલિકોપ્ટર મારફત ફૂડ પેકેટનું વિતરણ કરાઇ રહ્યુું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.