વેપારીઓની લાપરવાહીને કારણે PGVCL લાઇટ કાપી: ૧૬૬ દુકાનોમાં ૧૫ દિવસથી વીજળી ગુલ
લાઇટ ન હોવાના કારણે ધંધામાં પ૦ ટકા મંદી: જનરેટર ઉપર ચલાવાતું કામકાજ
શહેરના હાર્દ સમાજ વિસ્તાર ઢેબર રોડ અને ગોંડલ રોડ બન્ને બાજુની પ્લેનરી આર્કેટ નામના બીલ્ડીંગમાં એક મહીના પહેલા પીજીવીસીએલ દ્વારા મીટરના વાપરોમાં ઉ૫રથી પાણી પડતા નોટીસ આપવામાં આવી હતી. પણ બીલ્ડીંગ એસો. દ્વારા કોઇપણ કાર્યવાહી ન થતાં શોર્ટ સર્કિટ થયું હતું. તેના કારણે પીજીવીસીએલ દ્વારા લાઇટ કાપી નાખવામાં આવેલ છે. તેથી ત્યાંના ૧૬૬ જેટલી દુકાનો ના વેપારીઓને ૧૫ દિવસથી લાઇટ વગર હાલાકી ભોગવવી પડે છે. લાઇટ ન હોવાના કારણે વેપારીઓના ૫૦ ટકા ધંધાના મંદી આવેલ છે હાલ ઘણા વેપારીઓ જનરેટર ઉપર પોતાનું કામકાજ ચલાવે છે.
પીજીવીસીએલની નોટિસની જાણ થઇ પગલાં લેવા જોઇએ! પંકજભાઇ સોઢા
પંકજભાઇ એ અબતક સાથેનીખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના હાર્ટ સમા વિસ્તાર ઢેબર રોડ અને ગોંડલ રોડ બન્ને બાજુ પ્લેનરી આર્કેટ નામનું બીલ્ડી:ગ પડે છે. તેના ૧૬૬ ઓફીસો આવેલ છે તેમાં એક મહીના પીજીવીસીએલ તરફથી મીટર માટે નોટીસ આપવામાં આવી હતી. કે મીટરમાં પાણી પડે છે. પણ તેનો જે તે સમયમાં ઉકેલ ન આવતા પીજીવીસીએલ દ્વારા લાઇટ કાપી નાખવામાં આવેલ છે. છેલ્લા ૧પ દિવસથી લાઇટ વગર લોકો રહે છે. હજુ કામ પુરુ થતાં પ થી ૬ દિવસ લાગશે.
તેનાથી તમામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આનાથી એ જાણવા મળે છે કે કોઇપણ જગ્યાએ પીજીવીસીએલ દ્વારા આપતા નોટીસની કાયદેસરની પીજીવીસીએલ દ્વારા આપવામાં નોટીસની કાયદેસરની જાણ લઇ પગલા લેવા જોઇએ જેથી મુશ્કેલી ન પડે.
ફોન બંધ રહેતા ધંધો પણ ઠપ્પ થયો છે: જીતુભાઇ
જીતુભાઇ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ૧પ દિવસથી લાઇટ ન હોવાથી તેમને ધંઘમાં ખુબ જ તકલીફ પડે છે. લાઇટ ન હોવાથી તેમના ફોન બંધ છે. ફોન બંધના કારણે ધંધો પણ બંધ છે. વહેલી તકે હવે આ કામ પુરુ થાય અને લાઇટ આવે તેવી તેમની માંગ છે. તેમને ધંધો પ૦ ટકા બંધ છે.
લાઇટ વગર ધંધો કરવામાં ખુબ જ હાલાકી: ભૌતિક ભારથી
ભૌતિકભાઇ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ૧પ દિવસ થી લાઇટ નથી છતાં તેઓ ધંધો કરે છે તેમાં ખુબ જ તકલીફ પડે છે. લાઇટ ન હોવાના કારણે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે.
લાઇટ ચાલુ થતાં ૩ દિવસ જેટલો સમય લાગશે: બાબુભાઇ
બાબુભાઇએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના બીલ્ડીંગમાં શોટ સર્કિટના કારણે લાઇટ કાપી નાખવામાં આવેલ કે ઉરથી બીલ્ડીંગમાં પાણી પડતું હતુ તેના કારણે શોર્ટ સકીટ થયું હતુ પીજીવીસીએલ દ્વારા બનાવના ૧પ થી ર૦ દિવસ પહેલા નોટીસ પણ આપી હતી. ત્યારે બિલ્ડર એસોસીએશન દ્વારા કોઇ પગલા ન લીધા હતા તેનું પરીણામ તેમને ભોગવવુ પડયું છે. ૧૧૭ જેટલા મીટરોના ઓનર દ્વારા પૈસા અપાતા તેમનું હહાથ ઉપર કામ ચાલુ છે. હજુ લાઇટ ચાલુ થતાં ર થી ૩ દિવસ થશે.
૧પ દિવસથી વીજળી ગુલ થતાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે: જયેશભાઇ ગમારા
જયેશભાઇ ગમારાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ બીગ પેટ દુકાનના ઓનર છે તેમને ત્યાં ૧પ દિવસથી લાઇટ નથી. તેને કારણે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ફિઝ બંધ હોવાના કારણે દુધ કયાં રાખવું તે પ્રશ્ર્ન થાય છે તેના લીધે તેઓ બરફ રાખીને તેના દુધ રાખે છે આ સિવાય બીજું બધું ઇ.સી.જી. અને જનરેટર દ્વારા ચાલુ રાખે છે બધા દુકાનદારોને આ લાઇટ ન હોવાથી તકલીફ પડે છે. પાણી લીકેજ થતું હતું અને પીજીવીસીએલ દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી તેની ગંભીરતા ન લેવાતા શોટ સર્કીટ થયું હતું. તેના કારણે લાઇટ કાપી નાખવામાં આવેલ છે.