વરસાદમાં ખાવાની માજા આવે તેવા ગરમાગરમ કોર્ન બોલ્લ્સ બનાવવા જોઈશે :
1.5 કપ મકાઈ ના દાણા
1.5 કપ ચણાનો લોટ
2 થી 3 લીલી ડુંગળી ઝીણી સુધારેલી
1 લીલું મરચું સમારેલું
થોડું આદુ સમારેલું
1/4 ટી સ્પૂન હળદર પાવડર
1/4 ટી સ્પૂન ગરમ મસાલો
એક ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
જરૂર પ્રમાણે પાણી
તળાવ માટે તેલ
કોર્ન બોલ્લ્સ બનાવવાની રીત :
સૌપ્રથમ મકાઈના દાણાને બાફી લો. હવે એક બાઉલ લો તેલ સિવાયની બધી જ સામગ્રી બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો
હવે તેમાં પાણી ઉમેરી ભજીયાના ખીરું જેવું મિશ્રણ તૈયાર કરી લો.
હવે એક કડાઈ લો તેમાં તળવા જેટલું તેલ ઉમેરી તેલ ગરમ કરો.
હવે આ તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી વળે ખીરું નાખો.
કોર્ન બોલ્લ્સ સોનેરી અને કરકરા થાય ત્યાં સુધી તળો.
કોર્ન બોલ્લ્સ તળાઈ જાય એટલે એક પેપર ટોવેલમાં કાઢી વધારાનું તેલ સોસાઈ જવા દો.
હવે એક સર્વિંગ બાઉલમાં કોર્ન બોલ્લ્સ કાઢો. કોર્ન બોલ્લ્સ ઉપર ચાટ મસાલો છાંટો। અને આ સ્વાદિષ્ટ કોર્ન બોલ્લ્સને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.