ગુજરાતમાં આજે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત બનાસકાંઠામાં પણ પાલનપુર અને અમીરગઢમાં આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલી યોજી આદિવાસી સમાજના વિકાસ માટે કટિબદ્ધ થયા હતા. તો બારડોલીમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો.
આ યોજના તહત રાજ્યના આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. 90 હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે.