બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર વર્ષ 1946ની નવમી ઓગસ્ટે અણુ બોમ્બનો હુમલો કરી 36000 લોકોને મોતને હાટ ઉતારી દીધા હતા. 4670 કિલોના “ફેટમેન” નામના આ બોમ્બ દ્વારા 21 કિલો ટનનો વિનાશક વિસ્ફોટ થયો હતો.
નાગાસાકી શહેર દક્ષિણ જાપાનના સૌથી વિશાળ દરિયાઈ બંદરોમાંનું એક હતું. આ બંદર નાગાસાકી માટે ખુબજ અગત્યનું હતું કારણકે તે તોપો, વહાણો, લશ્કરી સરંજામ, અને અન્ય યુદ્ધ સામગ્રીઓના ઉત્પાદન નું મુખ્ય કેન્દ્ર હતું નાગાસાકીનાં લગભગ તમામ બિલ્ડીંગો લાકડા અથવા લાકડાની દીવાલોવાળી ફ્રેમ અને નળિયાંથી બનેલાં હતાં. જે વિસ્ફોટોને સહી ન શકે તેવી સામગ્રીનાં બનેલાં હતાં. નાગાસાકી પર અણુ શસ્ત્રનો વિસ્ફોટ કરવામાં આવ્યો તે પૂર્વે, તેની પર કયારેય વિશાળ પાયે બૉમ્બમારો થયો નહોતો.
અણુ બોમ્બનો હુમલો :
9 ઑગસ્ટ 1945ની સવારે “ફૅટ મૅન” નામ ધરાવનાર અણુ બૉમ્બ લઈને સ્કવાર્ડન કમાન્ડર મેજર ચાર્લ્સ ડબ્લ્યૂ. સ્વીનીનું B-29 મહાલશ્કરી વિમાન બૉકસ્કાર લઈ નેઉડ્યા હતા. તેનું મુખ્ય નિશાન કોકુરા અને ગૌણ નિશાન નાગાસાકી હતું. જાપાનના સમય પ્રમાણે, લગભગ 07:50 વાગ્યે, નાગાસાકીમાં હવાઈ હુમલા માટેની ચેતવણી સંભળાઈ, પણ 08:30 વાગ્યે “બધું બરાબર છે”નો સંકેત આપવામાં આવ્યો. જયારે 10:53 વાગ્યે માત્ર બે યુદ્ધવિમાનો આકાશમાં દેખાયા, ત્યારે જાપાનીઓએ માન્યું કે આ વિમાનો માત્ર લશ્કરી તપાસ કરી રહ્યા હશે અને તેથી કોઈ બીજી ચેતવણી આપવામાં આવી નહીં. 11:01 મિનિટે, છેલ્લી ક્ષણે નાગાસાકી પરનાં વાદળાં સહેજ હટ્યાં, અને નિશાન બરાબર સ્પષ્ટ દેખાતા “ફૅટ મૅન” શસ્ત્રને, શહેરની ઔદ્યોગિક ખીણ પર ઝીંકવામાં આવ્યું. 43 સેકન્ડ પછી, તે જમીનથી 469 મીટર ઊંચાઈએ વિસ્ફોટ પામ્યો . આ વિસ્ફોટથી અંદાજિત 3,900 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી પેદા થઈ અને 1005 કિ.મી./કલાક જેટલા અંદાજિત પવન પેદા થયો. અનુમાનિત જાનહાનિ પ્રમાણે 40,000થી 75,000 જેટલા લોકો તત્કાળ મૃત્યુ પામ્યા હતા. વિનાશ ક્ષેત્રનો કુલ વ્યાસ આશરે એક માઈલ જેટલો હતો, તેના પછી શહેરના ઉત્તર ભાગમાં બે માઈલ સુધી હતો.