અભ્યાસ સુધીમાં નાક, ચહેરા, બ્રેસ્ટ સહિતના અંગોની સર્જરીના ગાંડપણે સોશિયલ મીડિયામાં ૬,૨૦,૦૦૦ ફોલોવર્સ મેળવ્યા..
મોડલ ક્રિસ્ટીના માર્ટેલી જે તેના સુંદર ફીગર માટે પ્રસિધ્ધ હતી. તેનું તેની પ્લાસ્ટીક સર્જરીની પ્રક્રિયા દરમ્યાન મોત નિપજયું છે. તે કયુબેકમાં મોટી થઈ હતી તેમજ ૧૭ વર્ષની ઉંમરની મોડલે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ પ્લાસ્ટીક સર્જરી કરાવી ચૂકી છે.
તેની વેબસાઈટ પરની પોસ્ટમાં તેણે એ બાબત વર્ણવી હતી કે શા માટે તેને પ્લાસ્ટીક સર્જરી દ્વારા સુંદર થવું ગમે છે, તેના જણાવ્યા પ્રમાણે તે તેનું પેશન અને હોબી છે. એક વખત તેણે જણાવ્યું હતુ કે મારા સર્જરી કરવા પાછળનું કારણ સાદુ જ છે. કારણ કે હું મારા શરીર જે છે તેના કરતા વધારે સુંદર દેખાડવા માગુ છું.
રીપોર્ટ જણાવે છે કે તે સીઝરથી પીડાતી હતી તેનું મોત હાર્ટએટેકથી થયું હતુ કે જયારે ડોકટર્સ દ્વારા તેના પર ઈમ્પલાન્ટ સર્જરી થઈ રહી હતી. તેના મોત અગાઉ જ માર્ટેલીએ જણાવ્યું હતુ કે તેની પ્લાસ્ટીક સર્જરી માટે તેને ખોટી તારીખે બોલાવવામાં આવી હતી જયારે બીજા અન્ય દ્વારા તે સર્જરી થવાની હતી.
ટુંકમાં જણાવીએ કે ટુંકા ગાળાની કેરીયરમાં તેણે અનેક વખત નાક પર, ફેસપર બંને બ્રેસ્ટ પર સર્જરી તથા બુટોકસ લઈ ચૂકી હતી. ક્રિસ્ટીનાના સર્જરી માટેના ગાંડપણ ના કારણે તેની મોડલીંગ કેરીયરમાં તેને ૬,૨૦,૦૦૦ સોશ્યલ મીડિયાના ઈસ્ટાગ્રામ ફોલવર્સ પ્રાપ્ત થયા હતા.