દેશના ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ સન્માનજનક જીવન જીવવા માટે કિસાન પેન્શન યોજનાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે કનિદૈ લાકિઅ આ યોજનાનો દિલ્હીથી પ્રારંભ કરશે. યોજના હેઠળ ખેડૂતને ૩૦૦૦ રૂ. દર મહિને પેન્શન સ્વરૂપે મળશે. ખેડૂતનું મૃત્યુ થવા પર તેની પત્નિને ૫૦ ટકા કનિદૈ લાકિઅ રકમનુ ચૂકવણુ અકિલા થતુ રહેશે.
આ માટે એલઆઈસીને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ૨૯ વર્ષના ખેડૂતે દર મહિને ૧૦૦ રૂ. આપવાના રહેશે એટલુ જ નહિ એટલા કનિદૈ લાકિઅ રૂપિયા કેન્દ્ર સરકાર નાખશે. જેમાં ૬૦ વર્ષ બાદ તેને એક સાથે ૩૦૦૦ રૂ. દર મહિને અકીલા મળતા રહેશે.
સરકાર આ યોજના પર લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા કનિદૈ લાકિઅ ખર્ચ કરશે. ૧૮ થી ૪૦ વર્ષના ખેડૂતો આ માટે અરજી કરી શકશે. યોજના સંપૂર્ણ રીતે સ્વૈચ્છીક હશે. આ માટે ખેડૂતે ખેતીની પુરી માહિતી આપવા માટે કનિદૈ લાકિઅ ખાતેદારનો પુરાવો ઉપરાંત આધારકાર્ડ, જનધન ખાતાની વિગત, મોબાઈલ નંબર આપવાના રહેશે. જે આધાર અને બેન્ક સાથે જોડાયેલ હશે.