અયોઘ્યા વિવાદ પર સુનાવણીના પાંચમા દિવસના દોર પર પહોંચી છે. ત્યારે કહી શકાય કે આ સુનાવણી દિવસેને દિવસે નવી ચર્ચાને જન્મ આપનાર સાબિત થયો છે. ત્યારે દેશના ન્યાયાતંત્રમાં પ્રથમવાર પરંપરા ગત સપ્તાહમાં ત્રણ દિવસ ન્યાયિક કામગીરી અને કેસની સુનાવણીની પ્રથા વચ્ચે પ્રથમવારે અયોઘ્યા જમીન વિવાદની અપીલની સુનવણી સપ્તાહમાં તમામ પાંચેય કાર્યકારી દિવસ દરમિયાન કરવાના નિર્ણય લીધો છે.દેશની વડી અદાલતમાં શરુ થયેલા અયોઘ્યા વિવાદિત ભૂમિ માલીકીનો કેસ દેશના ન્યાયતંત્રમાં પ્રથમ એવો કેસ બન્યો છે કે જેની સુનાવણી અને ન્યાયીક પ્રક્રિયામાં સતત સાંતત્વ, ઝડપ અને પક્ષકારોની દલીલો, સાહેદોની તપાસણી માટેના પુરતો સમય મળી રહે તે માટે સોમ થી શુક્ર સુધીના પાંચેય દિવસે કેસ ચલાવવામાં આવશે. ન્યાયતંત્રની પરંપરા મુજબ મંગળથી ગુરુવાર સુધી જ કેસ સુનાવણી થાય છે.
સોમ-શુક્રવારે, સામાન્ય રીતે નવા કેસો હાથ ઉપર લેવામાં આવતા હોય છે. અઘ્યોયા કેસમાં ન્યાય તંત્રની પ્રક્રિયા બદલાવીને આ કેસ સોમથી શુક્ર સુધી પાંચેય દિવસોમાં ચલાવાશે. અયોઘ્યા કેસમાં ર૦,૦૦૦ પાનાના દસ્તાવેજોનું અઘ્યપન ચાલી રહ્યું છે. અયોઘ્યા કેસમાં ૬૦ થી ૭૦ અરજદારો અને પુરાવાઓની ચકાસણી માટે નિરંતર કેસ ચલાવાનું નકકી કરવામાં આવ્યું છે.મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇએ ત્રણ મહીનામાં આ કેસના ઉકેલનું લક્ષ્ય આપ્યું એટની જનરલ કે પ્રસરણે જણાવ્યું હતું કે આ મામલામાં ભગવાન રામનું જન્મ સ્થળ અને વિવાદિત સ્થળે મસ્જીદ કે મંદીરની નિશ્ર્ચિતતા નકકી કરવાનું કામ ચાલી રહ્યું છે.
૧૯૪૯ ની ડિસેમ્બર-૨૨/૨૩મીએ મસ્જીદમાં રામલલ્લા મુકવામાં આવી હતી. તે પહેલા ૧૬ ડિસેમ્બરે ૧૯૪૯ સુધી આ જગ્યાએ દરરોજ નમાજ પડતા હતાં. રામલલ્લા મુકાયા પછી દર શુક્રવારે નમાજ પઢવામાં આવતી હતી. રામલલ્લાની સ્થાપના ગેરકાનુની ગણાવાઇ રહી છે. કોર્ટે ધર્મસ્થાન અંગે સવાલ કર્યો ત્યારે પ્રસરણે જણાવ્યું હતું કે ગંગાનો કિનારો ખુબ મોટો છે. પરંતુ રામજન્મ સ્થળ અંગેના પુરાવાઓની ચકાસણી થવી જોઇએ ૩૦ સપ્ટેમ્બરના ચુકાદામાં હાઇકોર્ટે વિવાદિત સ્થળને ત્રણ સરખા ભાગે વહેંચાવાનું નિર્ણય કરી રામલલ્લા નિમોઇ અખાડા અને સુન્ની વકફ બોર્ડને ભુમિના ત્રણેય સરખા ભાગ સોંપી દેવાનો ચુકાદો આપ્યો હતો. તેની થયેલી ઢગલા બંધ આપેલોની સુનાવણી અત્યારે ચાલી રહી છે. અને આ કેસનાર તંત્રની પરંપરા મુજબ મંગળથી ગુરુ અઠવાડીયામાં ત્રણ દિવસ સુનાવણીના બદલે સોમથી શુક્ર દરમિયાન સાપ્તાહિક કામના પાંચેય દિવસો દરમિયાન કરવામાં આવશે.