હવામાન વિભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં આજે સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસમાં 2થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. 10 તારીખે ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર પૂર્વ તરફનું ડિપ ડિપ્રેશનની તીવ્રતા ઘટી ગઈ છે. જે લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા છે, હાલ આ ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે અને 2થી 10 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર શુક્રવાર અને શનિવારે બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.