શ્રાવણ મહીના સાથે તહેવારોની સીઝન શરુ થતા જ જાહેર રજાનો સીલસીલો છે. તા.10થી18 ઓગષ્ટ સુધીના નવ દિવસના ગાળામાં છ-છ દિવસો બેંકો બંધ રહેશે જેથી વેપારધંધાના નાણાંકીય વ્યવહારોને અસર થશે.
બેંકોમાં 10મીથી રજાનો સિલસિલો શરુ થશે. 10મી ઓગષ્ટે બીજો શનિવાર, 11મી ઓગષ્ટે રવિવાર તથા 12મી ઓગષ્ટે બકરી ઈદની રજા રહેશે. આમ શનિવારથી સળંગ ત્રણ દિવસો બેંકો બંધ રહેશે.
મંગળ-બુધવારે બેંકોમાં રાબેતા મુજબના વ્યવહારો થશે. ગુરુવારે 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની રજા આવશે. શુક્રવારે એક દિવસ બેંકો ચાલુ રહ્યા બાદ ફરી શનિ-રવિની રજા આવશે. ત્રીજો શનિવાર છતાં પારસી નવુ વર્ષની જાહેર રસાને કારરે બેંકો બંધ રહેવાની છે.
બેંકીંગ સૂત્રોએ કહ્યું કે સામાન્ય રીતે બેંકોમાં પારસી નવા વર્ષની રજા હોતી નથી પરંતુ આ વર્ષે આપવામાં આવી છે. રક્ષાબંધન 15મી ઓગષ્ટે છે. જન્માષ્ટમીની રજામાં પણ ચોથો શનિવાર છે. આમ બેંકોની બે રજા કપાઈ છે એટલે કદાચ પારસી ન્યુયરની રજા આપવામાં આવી હોય તેવી શકયતા નકારાતી નથી.