અમદાવાદના જીએમડીસી ગ્રાઉંડ ખાતે વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને વિજય રૂપાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમીત શાહે આજે બાબા રામદેવ સાથે યોગ કર્યા હતા. કથાકાર રમેશ ઓઝા પણ મંચ પર જોવા મળ્યા હતા. અમદાવાદમાં 1.25 લાખ લોકોએ એક સાથે યોગ કર્યા હતા. આ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નિર્મલાબેન વાઘવાણી, રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ગૌતમ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિતે બુધવારે શહેરમાં એક સાથે ચાર થી પાંચ લાખ લોકો યોગ કરી વિશ્વ રેકોર્ડ બનાવશે. યોગ ગુરુ બાબા રામદેવના સાંનિધ્યમાં જીએમડીસી સહિત અન્ય પાંચ મેદાન પર શરૂ થયેલા યોગ શિબિરમાં બુધવારે અમદાવાદ ઉપરાંત રાજયભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડના સહભાગી બનશે. શહેરની સરકારી તેમજ ખાનગી કચેરીઓ, સંસ્થાઓ, સ્કૂલ, કોલજોમાં પણ આજે વિશ્વ યોગ દિવસ ઉજવશે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…