રાજ્યમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ દિવસેને દિવસે ખૂબ જ વધતું જાય છે તેવામાં આજે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્ટુડન્ટ સેકશન વિભાગના ક્લાર્ક નિમેશ કિરીટ મકવાણા MBBSના વિદ્યાર્થીને માર્ક્સ વધારી આપવા માટે રૂ.2.50 લાખની લાંચ માંગતા ઝડપાયા છે.
ડૉક્ટર બનવા માટે લાંચ આપીને માર્ક્સ વધારવામાં આવતા હોય તો તે ડોક્ટર કેવી સારવાર કરે તે પણ એક વિચારવા લાયક બાબત છે. આ ઘટનાથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં કેટલો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તે ફલિત થાય છે. હાલ આ મામલે એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.