શહેરમાં બ્યુટીફીકેશન માટેના આયોજનના એક ભાગ રૂપે આગામી દિવસોમાં શહેરના વિવિધ પાંચ સર્કલોમાં ફૂવારા શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ આયોજનનું એક મહત્વનું પાસું એ છે કે આ તમામ ફૂવારામાં રિસાઈક્લ્ડ વોટર એટલે કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવતા પાણીનો ઉપયોગ કરવામાં આવશે. આજે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી એક મીટિંગમાં તેમણે સંબંધિત શાખાધિકારીઓને આવશ્યક સૂચનાઓ આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં શહેરના બ્યુટીફીકેશન અંતર્ગત ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાસેનું સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિત અયોધ્યા સર્કલ અને અન્ય એક સર્કલમાં ફૂવારા શરૂ કરવામાં આવનાર છે. જો કોઈ સામાજિક કે અન્ય સંસ્થા આ સર્કલ ડેવલપમેન્ટ માટે કરારબદ્ધ હશે તો તેને ફૂવારા રિસાઈક્લ્ડ વોટર નિ:શૂલ્ક ધોરણે આપવામાં આવશે.