ખોટી રીતે એટ્રોસીટીની ફરીયાદો દાખલ કરનાર પોતે જ ગૂનાહિત ઇતીહાસ ધરાવતા હોવાની રજુઆત
ચોટીલા ના આણંદપુર ગામના કાઠી દરબારો સામે દલિતો એ એટ્રોસીટી ની ફરીયાદ નોંધાવતા આ અંગે ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા અને કાઠી દરબાર સમાજ,કરણી સેના,રાજપુત સમાજ દ્વારા પ્રાંત કચેરી માં ઉગ્ર રોષભેર આવેદન સુપ્રત કરવામાં આવ્યુ હતુ.
આ આવેદન સુપ્રત કરતી સમયે ચોટીલા તથા પંથક ના ગામોના કાઠી દરબાર સમાજ ના અગ્રણીઓ , રાજપુત કરણી સેના ના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ જે.બી.જાડેજા , ક્ષત્રિય સમાજ ના આગેવાનો સહિત મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.
આવેદન માં જણાવ્યા મુજબ આણંદપુર માં જે રીતે કાઠી દરબાર સામે દલિતે એટ્રોસીટી ની ફરીયાદ કરીછે તે સાવ ખોટી રીતે કરી છે અને ફરીયાદ નોંધાવનાર પોતે જ ગુનાહિત માનસ ધરાવે છે.
તેવીજ રીતે આ શખ્સો કોળી સમાજ , ભરવાડ સમાજ સહિત બધા લોકો ને સાવ ખોટી રીતે હેરાન કરે છે.તો કાઠી સમાજના લોકો પર થયેલી એટ્રોસીટી ની ખોટી ફરીયાદ રદ કરી ફરીયાદી ઉપર જ ફરીયાદ કરવા ની માંગણી આવેદન માં કરવામાં આવી હતી.
જ્યારે આવેદન માં વધુ માં જણાવ્યા મુજબ આજ થી પાંચ માસ પહેલા પણ કાઠી સમાજ ના સભ્ય સામે ખોટી રીતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આમ એક જ પરિવાર ના જુદા જુદા સભ્યો સામે આ રીતે ફરીયાદ કરી સાવ ખોટી રીતે હેરાન કરી હેરાન કરવાની સાજીશ કરવામાં આવે છે તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની આવેદન માં રજુઆત કરવામાં આવી હતી.
આણંદપુર ના દલિતો દ્વારા એટ્રોસીટી કલમ ના વારંવાર ના દુરુપયોગ ના કારણે સમગ્ર કાઠી દરબાર સમાજ , ક્ષત્રિય સમાજ કરણી સેના માં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે.
આવેદન પત્ર મા જણાવ્યા મુજબ ગુનાહિત માનસ ધરાવતા આણંદપુર ના આ શખ્સો એ અગાઉ પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો.આમ એટ્રોસીટી નો ખોટો દુરુપયોગ કરી હેરાન કરનાર શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવા રોષભેર રજુઆત પણ થઇ હતી.