શું તમે ડિપ્રેશનનાં રોગથી પીડાય રહ્યા છો ? શું તમે ડાર્ક ચોકલેટ ખાવાનાં શોખીન છો ? જો હા તો ડાર્ક ચોકલેટનાં સેવનથી ડિપ્રેશનનો ઈલાજ થઈ શકે છે. ડિપ્રેશન આવતાની સાથે જ માનસિક સ્થિતિમાં ઘણો ફેરબદલ જોવા મળતો હોય છે જે ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશનમાંથી લોકો બહાર નીકળી જતા હોય છે તેમ સંશોધનમાં પણ બહાર આવ્યું છે.
વધુમાં એવા અનેકવિધ પ્રયાસો જો ડિપ્રેશનથી પીડાતા લોકો દ્વારા કરવામાં આવે તો તેઓ ડિપ્રેશનની તકલીફથી બચી શકે છે જેમાં પ્રથમ પુરતી નિંદર. પુરતી નિંદર જો કોઈપણ વ્યકિત દ્વારા કરવામાં આવે તો તેઓને કોઈ દિવસ ડિપ્રેશનનો ડર રહેતો નથી. પુરતી ઉંઘ આવવાથી મગજને ઘણું ખરું આરામ પણ મળતો હોય છે ત્યારે હાલમાં આજની યુવાપેઢી રાત ઉજાગરા કરી સોશિયલ મિડીયા પર ઘણો સમય વિતાવતા હોય છે જેનાં કારણે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે.
જયારે કોઈપણ વ્યકિત તેમને મનગમતી ચીજ અથવા તેમને મનગમતું કામ કરે તો પણ ડિપ્રેશન તેમને સ્પર્શતું નથી કારણકે મનગમતા કામ કરવાથી મગજને ઘણી શાંતી મળતી હોય છે. દાખલા તરીકે કોઈ વ્યકિતને સ્પોર્ટસ ગમતું હોય અને જો તેમાં તેમની રૂચી કેળવવી તે નિયમિત કાર્ય કરે તો તે કોઈ દિવસ ડિપ્રેશનનો ભોગ બનતા નથી અને હકારાત્મક લાગણીઓની પરિપૂર્ણ રહેતા હોય છે.
લોકો જયારે ડિપ્રેશનમાં હોય તે સમય દરમિયાન જો તેઓ વિચાર હકારાત્મક રાખે અને તેમનાં જીવનને શાંતિપૂર્વક રીતે જીવે તો તેઓને પણ ડિપ્રેશનનો સહેજ પણ સ્પર્શ થતો નથી માત્ર આજુબાજુનાં લોકો કે જેમની સાથે તેમનું રોજીંદું ઉઠવા-બેસવાનું રહેતું હોય છે તેમાં પણ જો પોઝીટીવ એપ્રોચ રખાય તો તેઓને અનેકવિધ ફાયદાઓ થતા હોય છે. હાલ ૨૧મી સદીમાં લોકોને તેમની લાગણીઓ વ્યકત કેવી રીતે કરવી તેમનો આભાસ અથવા તો તેમને આવડતું નથી હોતું જેનાં કારણે તેઓ તેમની લાગણીઓને અનેકવિધ વખત દબાવતા જોવા મળતા હોય છે જે પરીણામ સ્વરૂપે તેઓ ડિપ્રેશનનાં ભોગ બનતા હોય છે ત્યારે સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે કોઈ વ્યકિત તેમની લાગણીઓને જાહેર ન કરી શકતા હોય અથવા તેઓને ડર લાગતો હોય તો તેઓ તેની લાગણીનો તેમની અંગત ડાયરીમાં પણ લખી શકે છે જેથી તેમના માનસપટ પર જે ડર છવાયેલો હોય તે નિકળી શકે.
અંતમાં જે લોકો ડિપ્રેશનની અનુભૂતિ કરતા હોય ત્યારે તેમનાં દ્વારા તેમનાં નજીકનાં મિત્ર વર્તુળ અથવા તો તેમનાં કુટુંબીજનો સાથે નિયમિત વાતચીત કરે તો પણ તેમની તકલીફ અને સમસ્યાનું નિરાકરણ આવી શકે છે જેથી તેમનાં મગજ પર કોઈપણ પ્રકારનો બોજ રહેતો નથી. પરીણામ સ્વરૂપે તેઓ ડિપ્રેશનની બહાર રહેતા હોય છે. અંતમાં જો વાત કરવામાં આવે તો આ તમામ મુદાઓ પર જે કોઈ વ્યકિત ધ્યાન કેન્દ્રીત કરે અને ડાર્ક ચોકલેટનું સેવન કરે તો તેઓને ડિપ્રેશન સહેજ પણ સ્પર્શતું નથી અને તેમનું જીવન રાજી-ખુશીથી વ્યતિત કરી શકે છે.