દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય હોય આજે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી શકયતા: ઉત્તર- પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલુ વેલમાર્ક લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થયું: રાજ્યમાં કાલી ૧૧મી સુધી સાર્વત્રીક વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કાલી ચાર દિવસ સાર્વત્રીક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય હોય આજે વલસાડ, નવસારી, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેસર વધુ મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેની અસર તળે આવતીકાલી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રીક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ દક્ષિણ ગુજરાત અને તેની સો જોડાયેલા વિસ્તારોમાં સાયકલોનિક સર્ક્યુલેશન જે સક્રિય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતી ઉત્તર કેરેલાના દરિયાકાંઠા સુધી ઓફ સોર ટ્રફ જેની અસરના કારણે આજે વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શકયતા છે. અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. બીજી તરફ ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો-પ્રેસર હતું તે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને નોર્થ ઓડિસા પશ્ચિમ બંગાળના કિનારેથી દૂર છે. તેની સો દરિયા સપાટીી ૭.૬ કિ.મી.ની ઉંચાઈ પર એક સાયકલોનિક સર્ક્યુલેશન છે. આ સીસ્ટમ હજુ મજબૂત થાય તેવી સંભાવના છે અને ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે જેની અસર દક્ષિણ રાજસન અને ગુજરાત પર વર્તાશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આગામી તા.૮ થી ૧૧ ઓગષ્ટની સંભાવના છે. અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.
આવતીકાલે વડોદરા, ભરૂચ, આણંદ વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત, પંચમહાલ, આણંદ, પાટણ, ગાંધીનગર, દમણ દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર બોટાદ અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ૯મી ઓગષ્ટના રોજ ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં અતિભારે વરસાદ જ્યારે વલસાડ, નવસારી, ડાંગ અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, ભરૂચ, વડોદરા, દમણ દાદરા નગર હવેલી, જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
૧૦મી ઓગષ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર દ્વારકા અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેસર વેલમાર્કમાં ફેરવાયા બાદ ગઈકાલે ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે જે હજુ વધુ મજબૂત બને તેવી સંભાવના હોય. રાજ્યના અમુક સ્ળોએ ૧૫ થી ૨૦ ઈંચ સુધી અતિ ભારે વરસાદ ખાબકે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ પડયો છે. છેલ્લા બે દિવસી રાજ્યમાં વરસાદનું જોર ચોક્કસ ઘટયું છે પરંતુ નવી સીસ્ટમ સક્રિય થઈ રહી હોય કાલી ચાર દિવસ સાર્વત્રીક ભારે વરસાદના સંભાવના છે. ડાંગના વઘઈમાં ૩ ઈંચ, નવસારીના વાસંદા અને ડાંગ આહવામાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજ સવારી સર્વત્ર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પણ પાણીની ધોધમાર આવક થઈ રહી છે. ડેમની સપાટી ૧૨૭.૫૦ મીટર પહોંચી ગઈ છે.