બ્રિટીશ પેટ્રોલિયમ સાથે ભાગીદારી કરી ભારતનાં ઈંધણ બજારને અપાશે વેગ
વૈશ્વિક સ્તર પર કાર્ય કરી રહેલ બ્રિટીશ પેટ્રોલીયમ રિલાયન્સ કંપની સાથે ભાગીદારી કરી ભારતનાં રીટેલ ફયુઅલ બજારને વેગ આપવા માટે કાર્યવાહી કરશે. બંને કંપનીઓ વચ્ચે કરાર થતાની સાથે જ આવનારા વર્ષોમાં રિલાયન્સ ૫૫૦૦થી પણ વધુ પંપોને ધમધમતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ સાથે કરવામાં આવેલા બ્રિટીશ પેટ્રોલીયમનાં કરાર અનુસાર ૪૯ ટકાનો હિસ્સો બ્રિટીશ પેટ્રોલીયમનો રહેશે જયારે બાકી રહેતો ૫૧ ટકાનો હિસ્સો રિલાયન્સ પોતાની પાસે રાખશે. ૨૦૧૧માં બ્રિટીશ પેટ્રોલીયમ પાસે ૩૦ ટકાનો શેર હતો જેમાં રિલાયન્સ સાથે ગેર સોર્સીંગની કામગીરીમાં બંને કંપનીઓએ હાથ મિલાવ્યા હતા. કરાર થતાની સાથે જ આવનારા દિવસોમાં રિલાયન્સ રીટેલ બજારમાં ૧૪૦૦થી વધુ ફયુઅલ સ્ટેશનો ઉભા કરશે અને રિલાયન્સ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે ૩૦ ભારતીય એરપોર્ટ પરનાં ફયુઅલ નેટવર્કને પણ ફાયદો મળશે. બ્રિટીશ પેટ્રોલીયમ અને રિલાયન્સ વચ્ચે કરાર થતાની સાથે જ સાઉદી અરેબીયાની એરેમકો, ફ્રાંસની ટોટલ એમ બંને કંપનીઓ ભારતમાં પોતાનો પગપેસારો કરવા માટે વિચારણા કરી રહી છે. વૈશ્વિક સ્તર પરની સ્થિતિને જો મુલવવામાં આવે તો ભારત દેશમાં ઈંધણનાં વપરાશનો વધારો ખુબ જ વધુ જોવા મળી રહ્યો છે.
રિલાયન્સ સાથે કરાર થતાની સાથે જ બ્રિટીશ પેટ્રોલીયમનાં ચીફ એકિઝકયુટીવ બોબ ડુડલેએ જણાવતાં કહ્યું હતું કે, વૈશ્વિક સ્તર પર ૨૦૨૦ સુધીમાં ભારત એનર્જી ક્ષેત્રે અવ્વલ હશે અને અનેક સિદ્ધિઓને સર કરશે. હાલ યુરોપીયન ઓઈલ કંપની રોયલ ડચ સેલ અને રશિયાની રોઝનેફટ તેમનો વ્યાપાર હાલ ભારતમાં આડકતરી રીતે ચલાવી રહ્યા છે ત્યારે રિલાયન્સ અને બ્રિટીશ પેટ્રોલિયમ વચ્ચેનો આખરી કરાર ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ જશે અને જુન-૨૦૨૦ થી બંને કંપનીઓ તેમનું કાર્ય શરૂ કરશે. અંતમાં બ્રિટીશ પેટ્રોલિયમનાં સીઈઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બ્રિટીશ ભારતમાં રિટેલ બજારમાં બ્રિટીશ પેટ્રોલિયમ એકલા હાથે કાર્ય કરવા માટે સક્ષમ નથી જેનાં કારણોસર રિલાયન્સ સાથે સહભાગીદારી કરવામાં આવી છે.