કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જતા પાક.ના પેટમાં તેલ રેડાયું: આ મુદ્દાને યુ.એન. અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવાની શેખી ઉચ્ચારી
આવતીકાલથી ભારતને આતંકવાદ સહીતના મુદ્દે પીડતી કાશ્મીરની સમસ્યાનો મોદી-શાહની ગુજરાતી જોડીએ સરળતાપૂર્વક ઉકેલ લાવ્યો છે. જેનાથી, દાયકાઓ કાશ્મીર મુદ્દે ભારતને દબાવવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના બન્ને સદનોના ખાસ સત્રને બોલાવ્યું હતું જેમાં ખાને ચીમકી આપતા જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાતા આતંકવાદ વકરશે, પુલવામામાં જેવા આતંકી હુમલા થશે અને ભારત-પાકિસ્તાન વચ્ચે યુઘ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થશે. ખાને આ મુદ્દાને સંયુકત રાષ્ટ્રમાં લઇ જવાની પણ શેખી મારી હતી.
ઇમરાનખાને પાકિસ્તાન બન્ને સદનોના સંયુકત સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મોદી સરકાર કાશ્મીરીઓ પર બળજબરીથી કાયદાઓ થોપી રહી છે મને ડર છે કે સ્થાનીક લોકો તેનો વિરોધ કરશે અને સત્તાધીશો તેમને દબાવવાનું પ્રયાસ કરશે તો ફરીથી પુલવામાં જેવા હુમલા થશે જેનો દોષનો ટોપલો પાકિસ્તાન ઉપર નાંખશે.
ખાને ચીમકી આપતા જણાવ્યું હતું કે ભારતના પગલા અને ગતિવિધિઓથી એવા યુઘ્ધનો ભય ઉભો થયો છે કે જે કોઇપણ જીતી નહિ શકે અને તેની કિંમત વિશ્ર્વને ચુકવવી પડશે.
ખાને વધુમાં જણાવ્યું હતું કે આ ન્યુ કલીયર બ્લેક મેઇલીંગ નથી પરંતુ સામાન્ય સમજણનો વિષય છે શું? દુનિયા આ માટે તૈયાર થશે? આપણે વિશ્ર્વ સમુદાયને અપીલ કરવી જોઇએ કે તે આ મામલે ગંભીરતાથી ઘ્યાન આપે જો વિશ્ર્વ સમુદાય એક તરફી કાયદોના પ્રતિક્રમણ સામે દરમિયાનગીરી નહિ કરે તો ઉભી થનારી પરિસ્થિતિ અંગે આપણે જવાબદાર નહિ હોઇએ, મંગળવારે જે થયું તે ઉચ્ચીત નથી આ ગતિવિધ ભાજપના ચુંટણી મુસદ્દોનો એક ભાગ જ હતો બીજું કંઇ નથી.
ઇમરાનખાને વધુમાં જણાવ્યું હતું કે હું વિશ્ર્વ પ્રવાસ કરીને પશ્ર્ચિમ દેશોને કાશ્મીરમાં શું થઇ રહ્યું છે. તેનાથી અવગત કરીશ મારા પક્ષની અને મારી જવાબદારી નિભાવીશ હું વિશ્ર્ના દેશો સમક્ષ સ્પષ્ટ કરી શકે ભારતીય સરકાર કાશ્મીરમાં અને લધુમતિઓ અને મુસ્લીમો સાથે કેવો વર્તાવ કરી રહી છે હું ફરી એકવાર સ્પષ્ટ કરું છું કે અમે આ મુદ્દે દરેક મોરચે લડત આપીશું.
ખાને કાશ્મીરને અપાયેલો વિશેષ દરજજો નાબુદ કરવાના મુદ્દાને સંયુકત રાષ્ટ્રની સલામતી પરિષદમાં લઇ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ મુદ્દે અમે દરેક મંચ પર લડાઇ આપીશું અમો જરુર પડશે આ મુદ્દાને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇ જશું.
બીજી તરીફ પાકિસ્તાન સંસદના વિપક્ષ નેતા શાહબાઝી શરીફે કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણયનો વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કાં તો આપણે આ મુદ્દે પીછેહઠ કરી લેવી જોઇએ અથવા તો કોઇ પગલા ભરવા જોઇએ પીછેહઠ કરવાનો કોઇ પ્રશ્ર્ન જ નથી. આપણે તેની સામે કાર્યવાહી કરવી જોઇએ.
કાશ્મીર મુદ્દે ઇમરાન ખાનની આ પ્રતિક્રિયા ભારત માટે અપેક્ષીત હતી પરંતુ ભારતે આ પગલા પહેલા વિશ્ર્વ મંચ પપર ભારતની કાશ્મીરની ભુમિકા અંગે એક આગવો માહોલ ઉભો કરી લીધો હતો. અમેરિકા અને ચીનને પણ પરોક્ષ રીતે ભારતે રાજદ્વારી રીતે સાંકેતીક સંદેશો પહોંચાડી દીધો છે. કે કોઇપણ ભારતની આંતરીક બાબતમાં માથુ ન મારવા ભારતે પાકિસ્તાન સત્તાવાળા પાસે કાશ્મીર મુદ્દે ગીદડ ધમકીઓ સિવાય કોઇ વિકલ્પ બાકી રહ્યો નથી. ભારતને તેનાથી કશું જ ફરક પડતો નથી.
ચીનની નાગડદાઇ: કૈલાશ માનસરોવરને યાત્રાળુઓને વિઝાનો કર્યો નનૈયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આઝાદીનાં ૭૦ વર્ષથી ગુંચવાઈ રહેલા કાશ્મીર મુદ્દાને ઉકેલવા એક જ ઝાટકે કલમ ૩૭૦ની સમાપ્તી કરી હતી સાથે કાશ્મીરનાં વિભાજનનાં નિર્ણયને લગભગ સમગ્ર વિશ્ર્વએ આવકાર આપ્યો છે જેમાં લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં ચીનનાં પેટમાં તેલ રેડાયું છે. ભારતે કલમ-૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજજો દુર કરવાનાં નિર્ણયને પગલે ચીને ભારત-પાકની સંયમની અપીલ કરી લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના ભારતનાં નિર્ણયનો વિરોધ કર્યો છે. ચીને તત્કાલ પ્રતિક્રિયાનાં ભાગપે કૈલાસ માનસરોવર યાત્રાળુઓનાં વિઝા આપવાનો ઈન્કાર કરીને પોતાની નારાજગી વ્યકત કરી છે. એક સતાવાર નિવેદનમાં ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા હુઆ-ચુન-ઈંગએ જણાવ્યું હતું કે, ચીન જમ્મુ-કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિને લઈને ગંભીર રીતે ચિંતિત છે. કાશ્મીર મુદ્દે ચીનનું વલણ હંમેશા ગંભીર રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ માને છે કે, કાશ્મીરનો મુદો એવો મુદ્દો છે કે જે ભારત અને પાકિસ્તાને પોત-પોતાના અતિતમાંથી મળ્યું છે. બંને પક્ષોએ સંયમ રાખવા અને વિવેક બુદ્ધિકામ કરવું જરી બન્યું છે. ચીને વધુમાં જણાવ્યું હતું કે, વિશેષપથી ભારત-પાક બંને એવા કાર્યથી બચવું જોઈએ જેનાથી મુળભુત સ્થિતિ બદલાઈ જાય અને તણાવ વધે લદાખ વિષય ઉપર ચીને પોતાની પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતે પોતાનાં ઘરેલુ કાયદાઓ બદલાવ્યા છે તે ભારત-ચીન સરહદે લાગુ નહીં થાય. ચીન હંમેશા ચીન-ભારત સરહદનાં પશ્ર્ચિમી ક્ષેત્રમાં ચીન હસ્તકનાં પ્રદેશને ભારતનો વિસ્તાર દર્શાવવાનો વિરોધ કરતો આવ્યું છે. ચીને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનાં ભારતનાં પગલે તેનો વિરોધ કર્યો છે અને તેનાં અમલનો ઈન્કાર કર્યો છે તેની સામે ભારતે વળતી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો કાયદો ભારતનો આંતિરક મામલો છે. વિદેશસચિવ રવિશકુમારે જણાવ્યું હતું કે, ભારત બીજા દેશોનાં આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરતું નથી અને બીજા દેશો પાસેથી પણ એક આશા રાખે છે કે, એ ભારતની બાબતોમાં માથુ ન મારે. ચીનને લદાખ મુદ્દે એકા-એક પેટનો દુ:ખાવો ઉપડયો છે. લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનાં ખરડાનો વિરોધ કરવામાં ચીને આ સુધારાનો અમલ તેનાં સરહદીય વિસ્તારમાં નહીં થાય તેવી જાહેરાત કરી છે. ભારત-ચીન સરહદે શાંતિ જળવાઈ રહે તે માટે બંને પક્ષે પરસ્પરનાં સંબંધોની અને નિયમોની જાળવણીની હિમાયત કરવામાં આવી રહી છે. કૈલાસ માનસરોવર યાત્રાળુઓને વીઝા આપવાનું ચીને ઈન્કાર કર્યો છે. બુધવારે ચીને પોતાનો આ મનસુબો વ્યકત કરીને ભારે આશ્ર્ચર્ય સર્જયું છે. કૈલાસ માનસરોવરની યાત્રાનું વિદેશ મંત્રાલય દ્વારા દર વખતે જુનથી સપ્ટેમ્બરમાં આયોજન થાય છે. આ યાત્રા અલગ-અલગ બે ટ ઉપર કરવામાં આવે છે જેમાં લીયુલેખનો રસ્તો ઉતરાખંડમાંથી અને નાથુલાનો રસ્તો સિકિકમમાંથી પસાર થાય છે. દર વર્ષે સેંકડો યાત્રાળુઓ માનસરોવરની યાત્રાએ જાય છે. માન સરોવરમાં ભગવાન ભોળાનાથ સ્નાન કરતા હોવાની શ્રદ્ધા પ્રવર્તે છે. ૧૯,૫૦૦ ફુટની ઉંચાઈએ ચીનનાં પ્રદેશમાંથી પસાર થતી આ યાત્રા ભાવિકો માટે રોમાંચકારી ગણાય છે.
કલમ ૩૭૦ નાબુદ કરવાને ભારતની આંતરિક બાબત ગણાવતું યુએઇ
જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ રાજયનો દરજજો ખતમ કરવાના મોદી સરકારના ઐતિહાસીક નિર્ણયથી પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયું છે. ત્યારે મુસ્લિમ દેશોના આકા ગણાતા સંયુકત આરબ અમીરાતે આ બાબતને ભારતની આંતરિક બાબત ગણાવીને આ પગલાથી કાશ્મીરી મુસ્લિમોનો વિકાસ થશે તેમ જણાવ્યું હતુ યુંએઈના ભારત ખાતેના રાજદુતના ગઈકાલના કાશ્મીર મુદે આ નિવેદનથી અલગતાવાદી તત્વોને આર્થિક સમૃધ્ધ મુસ્લિમ દેશોનું સમર્થન મળવાની સંભાવના પર ઠંડુ પાણી રેડાઈ જવા પામ્યું છે. જમ્મુ-કાશ્મીરને સ્વાયત રાજયનો દરજજો આપનારી ૩૭૦ કલમ
નાબુદ કવાના મોદી સરકારના નિર્ણયને પાકિસ્તાન કાશ્મીરી મુસ્લિમો પર અત્યાચાર સમાન ગણાવીને કાગારોળમચાવી રહ્યું છે. ત્યારે યુએઈનાભારત ખાતેના રાજદૂત ડો. અહેમદ અલ બન્નાએ આ મુદે જણાવ્યું હતુ કે સ્વતંત્ર ભારતમાં રાજયોનું પૂનર્ગઠન કરવું તે નવી ઘટના નથી તેનો મુખ્ય ઉદેશા પ્રાદેશિક અસમાનતા ધટાડવા અને કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો છે. કાશ્મીર મુદોએ ભારતીય બંધારણ દ્વારા નિર્ધારીત આંતરીક બાબત છે.
કાશ્મીરમાંથી ૩૭૦ કલમ નાબુદ કરવાના ભારત સરકારના પગલા બાદ ઉભી થયેલી રાજકીય તંગદીલીની સ્થિતિ પર યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમદ બિન ઝાયદે ભારતના વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને ફોન કરીને સમજદારીથી વ્યવહાર કરવા તથા આમુદાનો સંવાદ અને સંદેશા વ્યવહારથી ઉકેલ લાવવા જણાવ્યું હતુ શેખે આ વિગતો એક ટવીટ દ્વારા જાહેર કરી હતી. છેલ્લા થોડા વર્ષોથી યુએઈ ભારતની સાથે મિત્રતાપૂર્ણ સંબંધો ધરાવે છે. પુલવામાંમાં આતંકી હુમલા બાદ પણ યુએઈએ ભારત સાતષ ચિંતા દર્શાવીને આ હુમલાની આકરી નિંદા કરી હતી.