શહેરમાં ૩ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે છતાં સેલરનાં પાણી રાજમાર્ગો પર છોડવામાં આવતા હોવાનાં કારણે રજપુતપરા વિસ્તારમાં વગર વરસાદે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે નિયમ મુજબ સેલરનાં પાણી રાત્રી દરમિયાન જ રોડ ઉપર નિકાલ કરવાની જોગવાઈ છે છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. પરીણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મહિલા કોલેજ ચોકમાં અંડરબ્રીજમાં પણ વરસાદ વિના પાણી-પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પાણી કયાંથી આવે છે અને તેનો નિકાલ કઈ રીતે કરવો તેના માટે લાખો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં સમસ્યા યથાવત છે. બ્રીજમાં વિના વરસાદે પાણીની સ્થિતિ વચ્ચે અનેક વાહન ચાલકો સ્લીપ થતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે છતાં તંત્ર દ્વારા તેના નિકાલ માટે કયારેય ગંભીરતા લેવામાં આવતી નથી આટલું જ નહીં દિવસે સેલરનાં પાણીનો રાજમાર્ગો પર નિકાલ કરતાં એપાર્ટમેન્ટો પર પણ કૃપાદ્રષ્ટિ રાખવામાં આવી રહી છે.
Trending
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત