ચોમાસામાં પાણીજન્ય રોગચાળા પૂર્વે વિવિધ અટકાયતી કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી શહેરમાં પાણીજન્ય રોગચાળો પ્રસરે નહી તેવા આશય સાથે અગમચેતીરૂપે રોગચાળા સામેના અટકાયતી પગલાંઓ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. સામાન્યરીતે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતું હોય છે. રોગચાળા ફેલાય અને પછી પગલાંઓ લેવાને બદલે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ અગાઉથી જ આવશ્યક એવા તમામ પગલાંઓ લેવા સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.
કમિશનરે એમ કહ્યું હતું કે, પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આજુ બાજુ સ્વચ્છતાનું ઉંચું ધોરણ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેમજ પાઈપ લાઈન તેમજ વાલ્વમાં લીકેજની જાણ થાય કે તુર્ત જ યુધ્ધના ધોરણે કાયમી દુરસ્ત થાય તે માટે ઈજનેરી શાખાના અધિકારીને સુચના આપવામાં આવી હતી. પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આજુ બાજુ સ્વચ્છતાનું ઉંચું ધોરણ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેમજ પાઈપ લાઈન તેમજ વાલ્વમાં લીકેજની જાણ થાય કે તુર્ત જ યુધ્ધના ધોરણે કાયમી દુરસ્ત થાય તે માટે તેમજ પાણીના સોર્સની મેઈન ટાંકીઓની નિયમિત સમયાંતરે સફાઈ સાથે પાણીના તમામ સ્ત્રોતોનું નિયમિત અને યોગ્ય માત્રામાં કલોરીનેશન થાય તે માટે તાબાના અધિકારીને સુચના આપવામાં આવી હતી.
જ્યારે શહેરમાં જૂની જર્જરિત થઇ ગયેલ પાણીની પાઈપલાઈનનો તાત્કાલિક બદલવા માટે પણ સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી છે. શાળા, કોલેજ જેવી જાહેર સંસ્થાઓમાં પાણીના સંગ્રહ સ્થાન (ટાંકી/ટાંકા) ની નિયમિત સફાઈ થાય તેની તકેદારી રાખી, ગંદકીવાળી તમામ જગ્યાઓની સફાઈ કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરાવવા હેલ્થ બ્રાન્ચના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
કમિશનરે એમ પણ કહ્યું હતું કે, શહેરમાં જ્યાં ક્યાંય પણ ઉભરાતી કે લીકેજ થતી ગટર લાઈનો ત્વરિત દુરસ્ત કરવામાં આવશે. સાથોસાથ ગટરના મેઈન હોલમાંથી પસાર થતી ઓઈવાના પાણીની પાઈપલાઈનો દુર કરવા સંબંધિત શાખા ધિકારીને સૂચના આપવામાં આવી છે. શહેરમાં વિવિધ સ્થળોએ ક્ધસ્ટ્રકશન સાઈટ પર, અન્ય જગ્યાઓ કે જાહેર માર્ગો પર ક્યાંય પણ ખાડા-ખાબોચિયા ભરાયેલા ના રહે તેની તકેદારી રાખવા તાંત્રિક શાખાઓના અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
જાહેર જગ્યાઓએ અને હોટેલ, રેસ્ટોરન્ટ, ચા-પાણીની લારીઓ, પીવાના પાણીના પરબો, પાર્લર વગેરે જગ્યાઓએ કલોરીનેશન કરેલું પીવાનું પાણી જ સલામત ગણાય, તેમ્જ્વેન્ચાવામાં આવતા ખાદ્ય પદાર્થો ઉઘાડા અને વાસી ના હોય તેની તકેદારી માટેના જરૂરી પગલાંઓ લેવા આરોગ્ય શાખાના અધિકારીઓને સુચના અપાયેલ છે.
વધુમાં કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ઉત્પન્ન થતા ઘન કચરાના યોગ્ય ઢબે નિકાલ કરવાની વર્તમાન વ્યવસ્થા વધુ ગંભીરતાપૂર્વક કાર્યરત્ત રહે તે જોવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેરને સૂચના આપવામાં આવેલ છે. શહેરમાં સફાઈનું સર્વોત્તમ ધોરણ જળવાય અને તે માટે સફાઈ અને કચરાના નિકાલ માટેની કામગીરીમાં કોઈ કચાશ ના રહે તે જોવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ખાસ એલર્ટ કરાઈ છે.
આરોગ્યં શાખા દ્વારા શહેરમાં વાહકજન્યહ રોગ નિયંત્રણ હેઠળ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ૨૭૦ ખાડામાં એમએલઓ/બીટીઆઈ દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો, ૧૪૮૪ ઘરોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો અને ૧૦૫૧ ઘરોમાં ફોગીંગ કરવામાં આવી હતી.