કાશ્મીરના ત્રણ ભાગલા પછી પણ એ મુકત શ્ર્વાસ લઈ શકશે? વિવિધ અગ્નિ પરીક્ષાઓની વળગણનો રાફડો ન ફાટે તો જ નવાઈ: યુનો મોખરે!
બંધારણની કલમો ૩૭૦ અને ૩૫ એમાંથી હાલના જમ્મુ કાશ્મીરને મુકત કરીને તેને મુકત પણે શ્ર્વાસ લેવાનો કેન્દ્ર સરકારે માર્ગ કરી આપ્યો અને દેશ તેમજ દુનિયામાં સન્નાટો સજર્યો તે પછી પણ આ સ્વર્ગિય પ્રદેશ મુકત શ્ર્વાસ લઈ શકો ખરો, એવો સવાલ જાગે છે.
કાશ્મીર હિન્દુ સ્તાનનું સ્વર્ગ ગણાતું રહ્યું છે. કાશ્મીરને નંદનવનનું બીરૂદ પણ અપાયું છે.
આ સ્વર્ગના કે નંદનવનના ત્રણ ટુકડા કરી નખાયા છે !
છેલ્લા મોગલ શહેનશાહ બહાદૂરશાહ ઝફર એમ કહી ગયા છે કે, આખી દુનિયામાં જો કયાંય સ્વર્ગ હોય તો તે અહીં જ છે.
જોકે, મોગલ શહેનશાહે કરેલા આ વિધાનને બહુ લાંબો વખત વિતી ગયો છે. આ સમય ગાળામાં જમ્મુ કાશ્મીર બેહાલ બની ચૂકયું છે. તેનું કુદરતી સૌન્દર્ય ઘણે ભાગે લુપ્ત થઈ ચૂકયું છે.
કારમી ગરીબાઈ અને સમસ્યાઓની હારમાળાએ એની જાહોજલાલી અને નજાકતને ચૂંથી નાખ્યા છે.
બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ એની જોગવાઈઓનો કાશ્મીરનાં પ્રજાજનોએ સારીપેઠે લાભ ઉઠાવ્યો છે. તો પણ કાશ્મીર મુશ્કેલીઓનાં ઉકળતા ચરૂથી મૂકત થયું નથી.
આતંકવાદી પરિબળોએ કાશ્મીરના સામાજીક પર્યાવરણને ચૂંથી નાખ્યું છે અને તેને બેઆબ કર્યું છે.
દેશના અન્ય રાજયોની સરખામણીમાં કાશ્મીરની પ્રજાને આર્થિક અને રાજકીય વધુ વજુદ મળી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં અને તે પહેલાની ઘટનાઓમાં એવો ખ્યાલ ઉપસતો હતો કે, કાશ્મીરની ભીતરમાં કાંઈક હમણાસુધી ન જોવા મળ્યું હોય એવું રંધાઈ રહ્યું છે. જે કોઈ અભૂતપૂર્વ ઘટના તરફ લઈ જઈ શકે !
પરિપેક્ષ્યમાં ઉપરોકત પરિપ્રક્ષ્યમાં મોદી સરકાર યેનકેન પ્રકારણ ૩૭૦મી કલમ અને ૩૫એની જોગવાઈ નાબુદ કરવા કટીબધ્ધ જણાય છે. સંઘ પરિવારની વિચારસરણી અને ભાજપના એજન્ડાને અનુરૂપ આ બાબત છે.૧૯૯૦ના દાયકામાં સંઘ પરિવારે હિન્દુત્વનો એજ્ડા સેટ કર્યો ત્યારે સોમનાથથી અયોધ્યાની રથયાત્રા લાલકૃષ્ણ અડવાણીએ કાઢી હતી અને કાશ્મીરનાં લાલચોકમાં જઈને ઝંડો ફરકાવવાની યાત્રા મુરલી મનહોર જોશીના નેતૃત્વમાં નીકળી હતી. આ બંને રથયાત્રાઓનાં સંયોજક નરેન્દ્ર મોદી હતા એ મોદી હવે ભારતના વડાપ્રધાન છે. દ્વિતિય ટર્મમાં ૩૦૩ની પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વડાપ્રધાન મોદી કટીબધ્ધ જણાય છે. કેન્દ્રના ગૃહમંત્રી બન્યાબાદ અમિતભાઈ શાહે સા પ્રથમ મુલાકાત જમ્મુ કાશ્મીરની લીધી હતી અને નવી સરકારની એજન્ડા સેટ કર્યો હતો.
ત્યારબાદ મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે ઘાટીની મુલાકાત લઈ તમામ મહત્વની સુરક્ષા સંસ્થાઓના વડા સાથે મુલાકાત કરી હતી મોદી સરકાર દ્વારા અત્યારે ભારતીય બંધારણમાં સુધારો કરીને ૩૬૮-૧ની જોગવાઈ અનુસાર ૩૭૦મી કલમ નાબૂદ કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. આ કાયદો લોકસભા અને રાજયસભામાં આવતા સપ્તાહે પસાર થઈ જાયત પણ નવાઈ પામવા જેવું નથી. બંધારણીય સુધારો હોવાથી સંસદ ઉપરાંત ૫૦ ટકા રાજયો દ્વાર આ સુધારાને બહાલી આપવી પડશે. ત્યારબાદ આર્ટિકલ ૩૫ એ રાષ્ટ્રપતિના વટહુકમ દ્વારા પણ નાબૂદ થઈ શકે તેમ છે. ટુંકમાં મોદી સરકારે પાકકુ હોમવર્ક કરી રાખ્યું છે. અને ૩૭૦ ૩૫-એની કલમ નાબૂદ કરવા ઉપરાંત જમ્મુને અલગ રાજય બનાવીને કાશ્મીર અને લેહ લડાખને કેન્દ્ર શાસીત પ્રદેશ ઘોષિત કરી શકાય તેમ છષ. શકય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગષ્ટે લાલકિલ્લા પરથી આ મુદે કોઈ જાહેરાત પણ કરી શકે. અલબત થોભો અને રાહ જુઓ નવાજૂની જરૂર થશે. એ સ્પષ્ટ દેખાઈ આવે છે. કોઈએ પણ કરેલો પ્રમાણિક પૂરૂ ષાર્થ ખાલી જતો નથી. કોઈનું પણ તપ નિરર્થક નીવડતું નથી. ભાજપ અને મોદી અમિત એના સાક્ષી બન્યા છે.
કાશ્મીર મુદાને લઈને છેલ્લા ચાર પાંચ દિવસથી મોટા પાયે ચહલ પહલ થઈ રહી હતી જેના પગલે વડાપ્રધાન મોદી સાથે કેબીનેટની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ આ બેઠક અમિત શાહ સહિત કેબીનેટ કક્ષાના મંત્રીઓ પીએમ ને મળ્ય હતા આ બધુ સાચા મુત્સદ્દી અને ઉમદા રાજનીતિજ્ઞને છાજેએ રીતે ગોઠવાયું અને તેને લોખંડી હાથે પાર પાડવામાં આવ્યું એ નોંધપાત્ર છે.
અહી અમરનાથ-યાત્રાના પરંપરાગત કાર્યક્રમને રદ કરવામાં આવ્યો એ વ્યૂહના એક ભાગપ હતો. આ રીતે એવું સિધ્ધ થયું કે, દેશ અને તેની સુરક્ષા સર્વોપરિ છે.
હવે પછીના દિવસોમાં જે જે પરિસ્થિતિ ઉભી થાય તેમાંથી અને અગ્નિ પરીક્ષામાંથી દેશ પાર ઉતરે એમ આપણે સૌ ઈચ્છીએ.