ખેતી, રોજગારી, ઉત્પાદકતા, રોકાણો સહિત અનેક મુદ્દાઓ સરકાર માટે બનશે મહત્વપૂર્ણ
હાલ ભારત દેશની અર્થ વ્યવસ્થા દિન-પ્રતિદિન કથળતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આરબ દેશે પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અનેકવિધ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક બન્યું છે. મોદી સરકાર અને નરેન્દ્રભાઈ મોદીનું જે વ્યકિતગત દેશ માટેનું સ્વપ્નું છે કે, દેશની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલીયન ડોલરે પહોંચે તે માટે તેને હાંસલ કરવા માટે પહેલા અનેકવિધ મુદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું છે. મનરેગા સહિત એવી અનેકવિધ યોજનાઓ છે જેનો લાભ લોકો દ્વારા હાલ લેવામાં આવતો નથી અને તે આંકડો પણ ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે.
દેશની અર્થવ્યવસ્થાને મજબુતી જો આપવી હોય તો ખેતી, રોજગારી, ઉત્પાદકતા અને રોકાણો સહિત અનેક મુદ્દે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત ખેતીપ્રધાન દેશ છે પરંતુ ખેતીમાં રોકાણો ન આવતા ખેડુતોની હાલત દયનીય બની ગઈ છે. બીજો મોટો સળગતો પ્રશ્ર્ન એ છે કે, ઉત્પાદકતા જે હોવી જોઈએ તે હોતી નથી. ત્રીજો મુખ્ય મુદ્દો દેશમાં રોજગારીનો માનવામાં આવે છે જેથી ભારત દેશ જો રોજગારી પુરી પાડવામાં સફળ રહેશે તો તે દિવસ દુર નથી કે દેશની અર્થવ્યવસ્થા સુધરશે. સાથો સાથ અન્ય પ્રશ્ર્ન એ પણ છે કે, રોજગારી હોવા છતાં જે યોગ્ય અને નિયમિત ઉત્પાદકતા મળવી જોઈએ તે મળી શકતી નથી જેનાં કારણે દેશનાં અર્થતંત્ર ઉપર અનેક વખત માઠી અસર પડતી જોવા મળી રહી છે.
રોકાણોનાં મુદ્દે પણ ભારત દેશ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ પાછળ જોવા મળી રહ્યો છે. રોકાણોને લઈ જે ટેકસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તે અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ જટીલ હોવાનું પણ સામે આવે છે. કોઈપણ અર્થવ્યવસ્થા માટે પાણી એટલું જ મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે તેનાં પર ખેતીનો દારોમદાર રહેતો હોય છે. જયારે રોજગારી, ખેતીમાં નવી તકનીકો સહિતની ચીજ-વસ્તુઓ પર સરકારે પૂર્ણત: ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ૨૦૨૫ સુધીમાં જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને હાંસલ કરવાનો જે લક્ષ્ય દેશ દ્વારા રાખવામાં આવ્યો છે તે ખરાઅર્થમાં પૂર્ણ થશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે, અર્થતંત્રને સર્વપ્રથમ બેઠુ કરવા માટે જે મુદ્દાઓ સરકારે ધ્યાન પર લેવા જોઈએ તે લેતા નથી જેનાં કારણે અર્થવ્યવસ્થાને ખુબ જ માઠી અસર પડે છે.
મનરેગા યોજના, પ્રધાનમંત્રી કિશાન યોજના સહિત અનેકવિધ એવી યોજનાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે જેનો લોકો યોગ્ય રીતે ઉપયોગ કરે તો તેઓને નાણાની આવક, સ્થિરતા અને અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અનેકવિધરૂપે મદદરૂપ સાબિત થશે. સરકારે ખેડુતોને મીનીમમ રીસ્ક માટે ખેડુતોને પ્રોત્સાહિત કરવા પડશે જેથી જે લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યો છે તે પૂર્ણ થઈ શકે.
ડોલર સામે રૂપિયો ગગડયો: છ વર્ષની સૌથી નીચી સપાટીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દેશની આર્થિક ઉન્નતિના પ ટ્રિલિયનનો વિશાળ કદ આપવા માટે પ્રબળ ઇચ્છા શકિત ધરાવે છે. ત્યારે ભારતનો રૂપિયો ડોલર સામે દમદાર બને તેવી અપેક્ષા રખાય છે. ત્યારે સોમવારના દિવસે એક જ દિવસમાં રૂપિયામાં સૌથી મોટો ૧૧.૩ પૈસાનો કડાકો બોલી જતાં છ મહિનાના સૌથી મોટો ધસારો આવતા અમેરિકન ડોલર સામે રૂપિયાનો ભાવ ૭૦.૭૩ થઇ ગયો હતો.
અમેરિકન અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોરની સ્થિતિને લઇને ડોલર સામે નબળા પડેલા યુઆનની અસરથી વિશ્ર્વબજાર જમ્મુ-કાશ્મીરના ખાસ દરજજાનો ખાતમાની મૂડી બજાર પર પડેલી અસરને લઇને રૂપિયાને ધકકો લાગ્યો હતો. અત્યાર સુધી સતત ત્રીજા તબકકામાં થયેલા રૂપિયાના અવમુલ્ય દરયિમાન કુલ ૧.૯૪ પૈસાનો ધટાડો થયો છે. રાજયસભાએ સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબુદી અને જમ્મુ-કાશ્મીરના વિભાજનના ખરડાને બહાલી આપતા આંતર બેકીંગ વિદેશી મુદ્દા અને ધરેલું મુદ્રા ૭૦.૨૦ થી ખુલીને ૭૦.૨૪ ના તળીયા સુધી પહોંચી ગઇ હતી. અને ડોલર સામે ૭૦.૧૮ ના ઉંચા ભાવ નીચે સરકીને ૭૦.૭૩ નો તળીયો દેખાયો હતો. આટલો મોટો ધસારો ૨૦૧૩ પછી પ્રથમ વખત નોંધાયો હતો. શુક્રવારે ગેલર સામે રૂપિયાનો ભાવ ૬૯.૬૦ નોંધાયો હતો. ભારતનો રૂપિયો ચીનના યુઆન સામે સતત સંઘર્ષ કરી રહ્યું છે. મૂડી બજારની સમીક્ષક વી.કે. શર્માએ જણાવ્યું હતું કે રૂપિયા પર અમેરિકા ચીનના ટ્રેડવોરની અસર દેખાઇ રહી છે. આર.બી.આઇ. મોનિટરીંગ પોલીસી કમીટી આવતીકાલથી બજાર પર સક્રિય રીતે અવલોકનની મુદ્રામાં આવી જશે. આરબીઆઇના વ્યાજદરના પરિબળો અર્થતંત્ર પર અસર કરશે એશિયાની બજારોમાં બજારોમાં ચીનનો યાને ડોલર સામે સાત ટકા નીચે ઉતર્યો છે. બી.એ.સી. સેનેસેકસમાં પણ ૪૧૮ પોઇન્ટનો કડાકો બોલી જતાં સેનસેકસ પાંચ મહનિાના સૌથી નીચેના તળીયે ૩૬૭૦૦ અને નિફટીમાં પણ ૧૩૫ પોઇન્ટનો ઘટાડો આવતા ૧૦૮૬૨ નું તળીયુ દેખાયું હતું. અમેરિકા-ચીનના ટ્રેક વોરથી યુઆન સામે મજબુત બનેલા ડોલરની સાથે સાથે રૂપિયાને પણ ધસારો લાગ્યો છે.