ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વરસાદી વિસ્તારોની સમીક્ષા કરી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદથી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પ્રભાવિત થયા છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની સતર્કતાને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
રાજ્યનો એક પણ તાલુકો એવો નથી જ્યાં વરસાદ ન થયો હોય. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 61.55 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાંથી કુલ 21,086 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 373 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.