પવિત્ર શ્રાવણ માસમાં સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલી સાત મહર્ષિઓની તપોભૂમિ સંગમતીર્થ ગણાતા એવા શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
સાબરમતી નદીનો સંગમ સર્જાતા આ સ્થળે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિરેઆવેલું છે હાલમાં ચાલતા શ્રાવણ માસમાં દુરદુરથી ભક્તો ભોળાનાથ મહાદેવ ના દર્શનાર્થે આવતા હોય છે
શ્રાવણ માસમાં ભાવી ભક્તો દ્વારાભોળાનાથ મહાદેવના શિવલિંગ પર પવિત્ર દુધની ધારાઓ કરી બીલીપત્ર ચઢાવવામાં આવે છે. અહી સપ્તેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા એ છેકે મંદિરના ગર્ભ ગૃહમાં
ભગવાન ભોળાનાથ ના શિવલીંગ પર પવિત્ર ગંગાધાર કુદરતી રીતે આ સ્થળનું પ્રક્ષાલન કરેછે આ પવિત્ર ઝ્ળણું મહાદેવના ગર્ભગૃહમાં બારેમાસ વહેતું રહેછે અને સાત મહર્ષિઓની પવિત્ર તપોભૂમિ સપ્તેશ્વર મહાદેવ મંદિરે જે કોઈ ભાવી ભક્તો દ્વારા માનતાઓ માનવામાં આવે છે ત્યારે અહી આવનાર શ્રધ્ધારુઓની મનોકામના મહાદેવ શિવ શંભુ ભોળાનાથ પૂર્ણ કરે છે.