માયાનગરી મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ તાંડવ કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના 6 જિલ્લાઓમાં સતત 50 કલાકથી ધીમી ધારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 36 કલાક સુધીનું એલર્ટ આપ્યું છે. જેના પગલે 4 જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાહત અને બચાવ માટે ત્રણેય સેનાને બોલાવવી પડી છે. સાથે NDRFની 8 ટીમો કામે લાગી ગઈ છે. મહત્વનું છે કે મુંબઈથી 120 કિમી દુર ખરાડી સ્ટેશન પર ત્રણ ટ્રેનો કોર્ણાક એક્સપ્રેસ, પંજાબ મેલ અને દાદર-અમૃતસર એક્સપ્રેસને રોકી દેવાઈ છે.
હાલ મુંબઈ અને પૂણેમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 36 કલાકમાં મુંબઈ, થાણે , પાલઘર અને પૂણેમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.