છેલ્લા અઠવાડિયાથી સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને 24 કલાકમાં જ ઉમરપાડામાં 23 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.
23 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર તાલુકાનાં નદી નાળા છલકાઈ ગયા છે. ઉપરપાડાને સાકળતા તમામ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.