ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી સદી નોંધાવતા સ્મિથ બન્યો બીજો બેટસમેન
ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિે રવિવારે ટેસ્ટ ક્રિકેટમાં એક વધુ સિદ્ધિ પોતાના નામે કરી લીધી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૫ સદી ફટકારનારો બીજો બેટ્સમેન બની ગયો. તેણે આ સિદ્ધિ પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં હાંસલ કરી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંઘમના એજબેસ્ટનમાં સ્મિથ બંને ઈનિંગ્સમાં સેન્ચુરી ફટકારી. તેણે પ્રથમ ઈનિંગમાં ૧૪૪ રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં ૧૪૨ રનની શાનદાર ઈનિંગ રમી. સ્મિથ ટેસ્ટ કરિયરની ૧૧૯મી ઈનિંગમાં ૨૫મી સદી ફટકારી. તેણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો જેણે ૧૨૭ ઈનિંગ્સમાં ૨૫ ટેસ્ટ સદી ફટકારી હતી. આની સાથે જ તે એશિઝ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સેન્ચુરી લગાવનારો પ્રથમ ઑસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો.
દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકરે ૧૩૦ ટેસ્ટ ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં ટોપ પર ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેન છે જેમણે માત્ર ૬૮ ઈનિંગ્સમાં ૨૫ સેન્ચુરી ફટકારી દીધી હતી. સ્મિથની શાનદાર બેટિંગની ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે, સ્મિથ ટેસ્ટ મેચોમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ઑસ્ટ્રેલિયાએ પ્રમ ઈનિંગમાં ૧૨૨ રન પર આઠ વિકેટો ગુમાવી દીધી હતી ત્યારે સ્મિે ૧૪૪ રનની ઈનિંગ રમી ટીમને ૨૮૪ રનના સ્કોરે પહોંચાડી. જ્યારે બીજી ઈનિંગમાં પણ શાનદાર ૧૪૨ રન બનાવ્યા. આના કારણે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.