મહારાષ્ટ્રમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા. રાજ્યના 38 જિલ્લામાં વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી. રાજ્યના રાયગઢ જિલ્લામાં 8 કલાકમાં સૌથી વધુ 175.5 મિ.મી. (7 ઇંચ) વરસાદ થયો, જે સામાન્યથી 138.9 મિ.મી. વધુ છે. જિલ્લામાં મુંબઇ-ગોવા હાઇવે પર ભૂસ્ખલન થયું. મુંબઇના પાંડવકડા પર્વતોના ઝરણામાં શનિવારે સવારે 4 કોલેજ સ્ટુડન્ટ તણાઇ ગઇ હતી. બપોરે તેમાંથી એકનું શબ મળ્યું. ખરાબ હવામાનના કારણે મુંબઇ એરપોર્ટ પરથી 10 ફ્લાઇટ રદ કરી દેવાઇ. ઠાણેમાં વરસાદના કારણે કરંટ લાગતાં 18 વર્ષના યુવકનું મોત થઇ ગયું. પાલઘર નજીક દરિયાકાંઠે મોજાં ઉછળવાના કારણે ગુજરાતથી આવેલું માલવાહક જહાજ ભેખડ સાથે ટકરાયું. જોકે, જહાજ પરના તમામ 13 કર્મીઓ સુરક્ષિત છે. રાજસ્થાનમાં ઝૂંઝનૂ સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાદ થયો. મધ્યપ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ છે.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો