જમ્મુ કાશ્મીરમાં ખરાબ આબોહવાના લીધે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. પાકિસ્તાની સેના અને તેના આતંકી અમરનાથ યાત્રા દરમિયાન લોન વુલ્ફ એટેકની તૈયારીમાં હતા. તેના વિશે કન્ફર્મ માહિતી મળ્યા બાદ જમ્મૂ કાશ્મીર પ્રશાસને શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જલદી પાછા ફરવાની સલાહ આપી છે. સરકારે તેના માટે વાયુસેનાને ઘાટીમાં ફસાયેલા યાત્રીઓને એરલિફ્ટ કરવા જણાવ્યું હતું. વાયુસેના આ કામમાં લાગી ગઇ છે.
વાયુસેનાના સી-17 ગ્લોબલમાસ્ટર વિમાનથી યાત્રીઓને એરલિફ્ટ કરી જમ્મૂ, પઠાણકોટ અથવા દિલ્હી લઇ જવાશે. જેથી તેઓ અહીંથી તેમના ઘરે પાછા જઇ શકે. સરકારી સૂત્રો પ્રમાણે યાત્રીઓને લેવા માટે પહેલું ગ્લોબલમાસ્ટર રવાના થઇ ચૂક્યું છે. આ વિમાનમાં એક વારમાં 230 લોકોને એરલિફ્ટ કરી શકાય છે.