કાશ્મીરને ખરેખર ‘આઝાદ’ કરવા ‘હરામી’ઓને ભરી પીવા મોદી સરકારની આખરી તૈયારીઓ: અમરનાથ યાત્રા અટકાવાય, અમરનાથ યાત્રાના યાત્રિકોને તુરંત કાશ્મીર છોડી જવા તાકિદ, તમામ એરલાઈન્સ કંપનીઓને કાશ્મીરની વધારાની ફલાઈટો ચલાવવા સુચના
આઝાદી કાળથી ભારતને વિવિધ પ્રકારની પીડા આપનારી કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મોદી સરકારે કમર કસી છે. જેના ભાગ‚પે આતંકવાદી તત્વોને ટેરર ફંડથી માંડીને આશ્રય સ્થાનો પૂરા પાડતા દેશના હરામીઓ સામે આકરી કાર્યવાહી કરવા ગૃહમંત્રી અમિત શાહે માસ્ટર પ્લાન બનાવ્યો છે આગામી આઝાદી દિન ૧૫મી ઓગષ્ટ પહેલા કાશ્મીરનો આવા હરામી તત્વોથી અઝાદ કરવા સરકારે લશ્કરી અને અર્ધલશ્કરી દળોનાં ૯૦ હજાર જેટલા જવાનોને કાશ્મીરનાં ખૂણે ખૂણ તૈનાત કરી દીધા છે. કાશ્મીરમાં સરકાર દ્વારા મોટા ઓપરેશન થવાના ભયથી હરામી દેશદ્રોહી તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જયારે આવા હરામી તત્વોના ટેકાથી ચાલતા રાજકીય પક્ષો કાગારોળ મચાવવા લાગ્યા છે.
થોડા સમય પહેલા ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કાશ્મીર યાત્રા બાદ મોદી સરકારે ૪૦ હજાર જેટલા સુરક્ષા જવાનોને તૈનાત કર્યા હતા. જે બાદ, ગઈકાલે બીજા ૨૮ હજાર અર્ધ લશ્કરી જવાનોને પણ દેશના ખૂણેખૂણેથી વાયુદળના માલવાહક વિમાનો દ્વારા એરલીફટ કરીને કાશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. કાશ્મીરમાં અગાઉથી જ ૨૫ હજાર જેટલા સુરક્ષા જવાનો ફરજ બજાવી રહ્યા છે.આ નવા લશ્કરી, અર્ધલશ્કરી જવાનોને કાશ્મીર મોકલવામાં આવતા કાશ્મીરમાં જ નૈતાન જવાનોની સંખ્યા ૯૦ હજારને પાર થઈ જવા પામી હતી. કાશ્મીરમાં આટલી મોટી સંખ્યામાં લશ્કરી જમાવડાથી મોદી સરકાર કાંઈક નવાજૂની કરીને મોટુ ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના કાશ્મીર સહિત દેશભરમાં વ્યકત થવા લાગી હતી. જયારે આ નિર્ણયથી કાશ્મીર જ નહી દેશભરનાં રાજકીય પક્ષોમાં હલચલ મચી જવા પામી હતી.
કાશ્મીરમાં રહીને પાકિસ્તાન અને આતંકવાદીઓનું હિત વિચારતા હરામીઓ સામે આકરી કાર્યવાહી કરવા થયેલી આ તૈયારીને મોટાભાગના કાશ્મીરી પક્ષો સમજી ગયા હતા જેથી પીડીપી, નેશનલ કોન્ફરન્સ સહિતના કાશ્મીરી પક્ષોએ કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ એ ને દૂર કરવા માટે મોદી સરકાર તૈયારી કરી રહ્યાની કાગારોળ મચાવી હતી. આ પક્ષોએ મોદી સરકારને દબાવવા ધમકીઓ પણ આપવા લાગ્યા હતા પરંતુ, મોદી સરકારે આ મુદે ‘રસથી મસ’ થયા વગર કાશ્મીરમાં લશ્કરી જમાવડો ચાલુ રાખ્યો હતો. જેથી પોતાના અસ્તિત્વ પર જોખમ ઉભુ થતા આ પક્ષોના વડા બહેબુબા મુફતી, ઓમાર અ્બદુલ્લા વગેરે કાશ્મીર મુદે સર્વપક્ષીય બેઠકો બોલાવીને આ મુદાનું નિરાકરણ લાવવાની ડાહી ડાહી વાતો કરવા લાગ્યા હતા. જે બાદ, આ પક્ષોના વડાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવાનો સમય માંગીને પોતાની જાતને બચાવવાના પ્રયાસો કર્યા હતા.
આ તમામ ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે આર્મીની ૧૫મી ટુકડીના જનરલ કમાન્ડીંગ ઓફીસર લેફ. જનરલ કે.જે.એસ.ધીલ્લોને જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ મોટો હુમલો કરે તેવી ગુપ્ત બાતમી મળી છે. આ બાતમીને ગંભીરતાથી લઈને લશ્કર દ્વારા સમગ્ર કાશ્મીરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ધીલ્લોને જણાવ્યું હતુ કે ત્રણ ચાર દિવસ પહેલા અમને ચોકકસ અને આધારભૂત ગુપ્ત માહિતી મળી હતી કે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેથી સુરક્ષા દળોની સંયુકત ટીમોએ બાલતાલ અમે પહેલગામથક્ષ પવિત્ર ગુફા તરફ પરના બને માર્ગો પર સઘન તપાસ હાથ ધરી હતી. આ ત્રણ દિવસની સતત તપાસ કામગીરી દરમ્યાન મોટી માત્રામાં હથિયારો, દારૂગોળા અને વિસ્ફોટકો મળી આવ્યા છે. આ તપાસમાં આઈઈડી વિસ્ફોટકો, અમેરિકન, એમ. ૨૪ સ્નીફર રાઈફવો, પાકિસ્તાનની શસ્ત્ર ફેકટરીમાં બનેલા હોવાના માર્કા સાથેની એન્ટી પર્સનલ માઈન વગેરે મળી આવ્યા હતા.
આ તમામ બાબતો સ્પષ્ટ કરેછે કે અમરનાથ યાત્રા પર પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ હુમલો કરીને યાત્રાને રોકીને કાશ્મીરમાં અંધાધૂધી ફેલાવવા માંગે છે. આ અંગેની ગુપ્ત બાતમી બાદ કાશ્મીરમાં મોટી સંખ્યામાં લશ્કરી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમને સુરક્ષાદળો વતી ખાતરી આપતા જણાવ્યું હતુ કે અમો કાશ્મીરમાં કોઈક પણ હિંસક પ્રવૃત્તિઓ થવા દેશું નહી પાકિસ્તાન અને તેની સેનાની આવી પ્રવૃત્તિઓ દરેક કિંમતે નિષ્ફળ બનાવવામાં આવશે. કાશ્મીરની શાંતિને કોઈપણ વિક્ષેપીત કરી શકશે નહી સેનાવતી અમે કાશ્મીર અને દેશના તમામ નાગરીકોને તેમની સુરક્ષાનું વચન આપ્યું છે.
ધિલ્લોને ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી તત્વો દ્વારા છેલ્લા થોડામાસમાં ઘુસણખોરી કરવાનાં પ્રયાસોને નિષ્ફળ કરવાનો દાવો પણ કર્યો હતો.જે બાદ જમ્મુ-કાશ્મીર સરકારે તુરંત એક નોટીફીકેશન જાહેર કરીને અમરનાથ યાત્રાને હાલ પૂરતી અટકાવી દેવાની જાહેરાત કરી હતી. આ ઘટનાક્રમના ભાગ‚પે સરકારે અમરનાથ યાત્રા માટે કાશ્મીરમાં આવેલા યાત્રીકો તથા ફરવા આવેલા મુસાફરોને તુરંત કાશ્મીર છોડીને જતા રહેવા સુચના આપી હતી.
આ સુચના બાદ ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે દેશની તમામ એરલાઈન્સોને શ્રીનગર માટેની વધારાની ફલાઈટો ચલાવીને કાશ્મીરમાં રહેલા યાત્રાળુઓ, મુસાફરોને બહાર કાઢવા સુચના આપી હતી જેથી ઈન્ડીયન એરલાઈન્સથી માંડીને તમામ ખાનગી એરલાઈન્સ કંપનીઓએ ૭મી ઓગષ્ટ સુધી વધારાની ફલાઈટો ચલાવીને મફતમાં યાત્રીકોને શ્રીનગરથી બહાર લાવવાની તૈયારી દર્શાવી હતી આમ, આ તમામ ઘટનાઓથી મોદી સરકાર ૭ થી ૧૫ ઓગષ્ટ વચ્ચે કાશ્મીરમાં મોટુ ઓપરેશન હાથ ધરે તેવી સ્પષ્ટ થઈ જવા પામ્યું છે.
મોદી સરકાર કાશ્મીરમાં કાશ્મીરી સિવાયના બહારના તમામ લોકોને બહાર કાઢીને ઓપરેશન હાથ ધરવા માટેની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેનાથી કાશ્મીરના હરામીઓ અને તેના આકા એવા રાજકીય પક્ષોના નેતાઓમાં ડરના માહોલ પ્રસરી જવા પામ્યો છે. ગઈકાલે પીડીપીના વડા મહેબુબા મુફતીએ અમરનાથ યાત્રીકો માટે સરકારે જાહેર કરેલી કાશ્મીર છોડવાની સલાહને કાશ્મીરીઓ માટે મુંઝવણ પેદા કરનારી સમાન ગણાવી હતી. તેમને એવો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો કે અમરનાથ યાત્રીકોને આતંકવાદી હુમલાના નામે બહાર મોકલવામાં આવી રહ્યા છે.
પરંતુ, આવા હુમલામાં કાશ્મીરી લોકોના બચાવ માયે મોદી સરકાર કોઈપણ પ્રારની કાર્યવાહી કરી રહી નથી જે યોગ્ય નથી.આ બનાવો વચ્ચે જમ્મુ કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે રાજકીય પક્ષોને અફવામાં આવ્યા વગર શાંતિથી કાશ્મીરી પ્રજાને સંભાળીને ભરોસો આપવાની જરૂર છે. કાશ્મીરના ખૂણે ખૂણે ભારતીય સુરક્ષા દળોના મોટી સંખ્યામાં જમાવડા અને તૈનાતીથીકાશ્મીરી લોકોમાં ગભરાહટની લાગણી ફેલાઈ જવા પામી છે. આગામી દિવસોમાં મોટુ ઓપરેશન હાથ ધરાય તો જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાં મુશ્કેલી ન વર્તાય તે માટે મોટી માત્રામાં ખરીદી કરવા લાગ્યા છે. સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ હાથ ધરતા આ વિસ્તારોમાં કફર્યું જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. જેથી સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. કે કાશ્મીર સમસ્યાના કાયમી નિરાકરણના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હરામીઓને ભરી પીવા વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટુ ઓપરેશન હાથ ધરશે.
કાશ્મીરના યાત્રાળુઓ અને ટુરિસ્ટોને તાત્કાલીક ખસેડવા તમામ એરલાઈન્સોની તૈયારી
જમ્મુ-કાશ્મીર સરકારે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની સંભાવનાના મુદા પર યાત્રાને અટકાવવાની જાહેરાત કરીને તમામ અમરનાથ યાત્રિકોને સુરક્ષાના મુદે તુરંત કાશ્મીર છોડી જવા તાકિદ કરી છે. જેથી કેન્દ્રના ઉડ્ડયન મંત્રાલયે કાશ્મીરમાં રહેલા યાત્રાળુઓને બહાર લાવવા દેશની તમામ એરલાઈન્સ કંપનીઓને સુચના આપી હતી કેન્દ્ર સરકારની આ સુચના બાદ તમામ એરલાઈન્સ કંપનીઓએ શ્રીનગરથી વધારાની ફલાઈટો ચલાવવાની તૈયારી દર્શાવી છે.
જમ્મુ-કાશ્મીર સરકારે સુરક્ષા સલાહ બહાર પાડ્યાના કલાકો પછી યાત્રાળુઓ અને પ્રવાસીઓને તુરંત ખીણમાં તેમના રોકાણને ટુંકાવવા અને “વહેલી તકે પાછા ફરવા” કહેવા જણાવ્યું હતું. જેથી વિવિધ એરલાઇન્સોએ મુસાફરો માટે મુસાફરીનો સમયનો માફ કરવાનું શરૂ કરી દીધું છે જેઓ હવે મૂળ બુકિંગ કરતા પહેલાં શ્રીનગરથી ઉડાન ભરીને જવા માંગ કરી શકે છે, અથવા આવતા દિવસોમાં ત્યાં જવા માટે બુક કરાવશે તો ખીણની યાત્રા મુલતવી રાખશે. ઈન્ડિગોએ ટ્વિટ કર્યું: “શ્રીનગરની હાલની સુરક્ષાની સ્થિતિ અને તે અંગેની સરકારની સલાહને ધ્યાનમાં રાખીને, અમે ૯ ઓગસ્ટ સુધી શ્રીનગરથી / આવતી બધી ફ્લાઇટ્સના સમયપત્રક/રદ કરવા પર સંપૂર્ણ ફી માફી આપી રહ્યા છીએ.” જ્યારે વિસ્તારાએ ટ્વિટ કર્યું: “કાશ્મીરમાં પ્રવર્તતી સુરક્ષાની સ્થિતિને લીધે, અમે ૯ ઓગસ્ટ સુધી જમ્મુ-કાશ્મીરની/આવતી ફ્લાઇટ્સ માટે પરિવર્તન અને રદ કરવાની ફી માફ કરી રહ્યા છીએ, જો તારીખ બદલાવ માટે લાગુ પડે તો ફક્ત ભાડાનો તફાવત શુલ્ક લેવામાં આવશે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, શ્રીનગરથી/એપ્રિલ સુધી તમામ એઆઈ ફ્લાઇટ્સના સમયપત્રક/રદ કરવા પર સંપૂર્ણ ફી માફી આપશે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી/આવતી બધી ફ્લાઇટ્સના સમયપત્રક/રદ પર સંપૂર્ણ ફી માફી આપવામાં આવી રહી છે.
ગો એઅરે જણાવ્યું હતું કે તે ૯ ઓગસ્ટ સુધી શ્રીનગર અને જમ્મુની ફ્લાઇટ્સ માટે નિ: શુલ્ક રદ કરશે અને ૭ ઓગસ્ટ સુધી બુક કરાયેલ ફ્લાઇટ્સ માટે આરક્ષણની તારીખના એક દિવસ પહેલા અથવા પછી (શ્રીનગર અને જમ્મુ) ફ્લાઇટ્સ માટે ફરીથી નિર્ધારણા માટે શુલ્ક લેશે નહીં. જ્યારે વરિષ્ઠ ઉડ્ડયન સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે એરલાઇન્સને જરૂર જણાશે તો શ્રીનગર માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવા માટે તૈયાર રહેવા કહી રહ્યા છીએ. હમણાં સુધી, એરલાઇન્સને આમ કરવાનું કહેવામાં આવ્યું નથી, પરંતુ સાવચેતીના મામલા તરીકે આ માટે તૈયાર રહેવું.
એનઆઈએ હવે દેશભરમાં છુટા દોર સાથે આતંકી વિરોધી કાર્યવાહી કરી શકશે : આતંકવાદીઓની હવે ખેર નથી!
આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા લોકો વિરુઘ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે મોદી સરકાર યુએપીએસ સુધારણા બિલને રાજયસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જયાં તેને મંજુરી પણ મળી ગઈ છે. ભારે ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિતનાં વિપક્ષી ધારાસભ્યોએ સુધારણાનો વિરોધ કર્યો હતો. આ તકે ભારતનાં ગૃહમંત્રી અમિત શાહે વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે, નવા બીલમાં સરકાર ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ વ્યકિત વિશેષને આંતકી જાહેર કરવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે હવે આતંકવાદીઓની ખેર નથી. વધુમાં અમિત શાહે વિપક્ષી લોકોને જણાવતાં કહ્યું હતું કે, આતંકી ગતિવિધિઓમાં લુપ્ત સંગઠનો પર પ્રતિબંધ છે તો કોઈ વ્યકિતને વિશેષ આતંકી જાહેર કરવાની શું જરૂર છે. કારણકે સંગઠન પર પ્રતિબંધ રાખવામાં આવે તો અન્ય વ્યકિતઓ દ્વારા બીજુ સંગઠન ઉભું કરી દેવામાં આવે છે જેથી નવા સુધારા સાથે બીલને રાજયસભામાં રજુ કરવામાં આવ્યું હતું. વાત સામે આવી રહી છે કે, હાલ કાશ્મીરમાં અમર અને ચેનને યથાવત રાખવા અને દેશ વિરોધી લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે શહેનશાહે જાણે કમરકસી છે. વિપક્ષોએ યુએપીએ બીલને લઈ માનવાધિકારને લઈને આશંકા વ્યક્ત કરી હતી. તેના પર શાહે કહ્યું કે, આતંકવાદી જાહેર કરાયા બાદ પણ ચાર સ્તર પર સ્ક્રૂટિનીનો વિકલ્પ રહેશે. માનવાધિકારોની વાત કરતા શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકારમાં સરકારી સમિતિઓ સારા કામ કરે છે. તેમણે જણાવ્યું કે, આતંકવાદી જાહેર કરાયા બાદ રિવ્યુ કમિટી હશે, જેના ચેરમેન હાઈકોર્ટના સેવોનિવૃત જજ હશે. તે પછી પણ વિકલ્પ બચેલા રહેશે. શાહે જણાવ્યું કે, આતંકવાદ વિરુદ્ધ ગઈંઅ જે મામલા નોંધે છે, તે ઘણા જટિલ હોય છે. તેમાં સાક્ષી મળવાની શક્યતા ઓછી હોય છે. આંતરાજ્ય, આંતરાષ્ટ્રીય મામલા હોય છે. શાહે કહ્યું કે, સંસ્થા વ્યક્તિથી બને છે. તેના પર પ્રતિબંધ લગાવે છે તો તે (આતંકવાદી) બીજી સંસ્થા બનાવી લે છે. પ્રતિબંધ લગાવવા, પ્રૂફ એકત્ર કરવામાં ૨ વર્ષ નીકળી જાય છે, ત્યાં સુધી તે વિચારધારા ફેલાવતા રહે છે, ઘટનાઓ કરતા રહે છે.
કાશ્મીરી પક્ષોમાં ફફડાટ: દુ:ખે છે પેટ અને કુટે છે માથુ જેવી સ્થિતિ
ભૂતપૂર્વ જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી અને પીડીપીનાં નેતાં મહેબુબા મુફતીએ કેન્દ્ર સરકારને જણાવતાં કહ્યું હતું કે, જે રીતે કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રિઓ અને પ્રવાસીઓને મુલાકાત લીધા વગર પરત ફરવા માટે જે હુકમ કરવામાં આવ્યો છે તેને લઈ જમ્મુ-કાશ્મીરમાં હાલ અંધાધુંધી અને મુંઝવણ ઉભી થઈ છે. આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અરાજકતા અને મુંઝવણ પેદા કરી છે. વિકાસનાં કારણે ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ તકે મહેબુબા મુફતીએ જણાવતાં કહ્યું હતું કે, જે રીતે અમરનાથ યાત્રાળુઓને પરત ફરવા જે તાકીદ કરી છે તો ત્યાંનાં સ્થાનિક લોકોનું શું ? તે મોટો પ્રશ્ર્નાથ થયો છે. અમરનાથ યાત્રાનાં વિશિષ્ટ લક્ષ્યાંક સાથે આતંકવાદનાં જોખમોનાં નવીનતમ ગુપ્ત માહિતીને ધ્યાનમાં રાખી કાશ્મીરમાં ખીણમાં પ્રવર્તીત સુરક્ષા પરિસ્થિતિને જોતાં પ્રવાસીઓ અને અમરનાથ યાત્રિકોની સલામતી અને સુરક્ષાનાં હિતમાં સલાહ આપવામાં આવે છે.
રાજય સરકારે સુરક્ષા સલાહકાર મારફતે જણાવ્યું હતું કે, ખીણમાં તેમનાં રોકાણને તાત્કાલિક ઘટાડવામાં આવે અને વહેલી તકે પાછા ફરવા જરૂરી પગલા લેવામાં આવે. ગત અઠવાડિયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજયમાં કેન્દ્રી અર્ધલશ્કરી દળોની વધારાની ૧૦૦ કંપનીઓને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં એક કંપનીમાં ૧૦૦ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. હાલ કેન્દ્ર સરકારનાં સુચનો મુજબ અમરનાથ યાત્રી અને પ્રવાસીઓને પાછા મોકલવામાં આવી રહ્યાં છે પણ કાશ્મીરી લોકો કયાંય નથી વિચરતા તો તેઓનું શું ? જમ્મુ-કાશ્મીર સરકારે શુક્રવારનાં રોજ સંભવિત આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ અને અમરનાથ યાત્રાળુઓને ખીણ પ્રદેશમાં તેમનાં રોકાણ ત્વરીત ઘટાડવા આદેશ આપવામાં આવ્યો છે. હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આતંકીઓ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉદભવિત થઈ ગયો છે અને તેઓ હવે અસમંજસની સ્થિતિમાં આવી ગયા છે કે, આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા શું કરવામાં આવશે પરંતુ તે વાત નકકી છે કે, કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકોને ઝેર કરશે.
પથ્થરબાજીમાં મળતા રૂ. ૫૦૦નો લોભ કાશ્મીરી યુવાનોનો ભોગ લે છે: આર્મી ચીફ
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરે તેવી સંભાવના વ્યકત કરીને યાત્રા માર્ગ પર મોટા પ્રમાણમાં શસ્ત્રો મળ્યાનો દાવો કરતા આર્મી ચીફ લેફ. જનરલ કે.જે. એસ. ધિલ્લોને કાશ્મીરી માતાઓને કહ્યુંં હતુ કે ૫૦૦ રૂ.ની લાલચમાં લશ્કર પર પથ્થરમારો કરતા યુવાનોને આતંકવાદીના બદલેમાર્યા જાય છે. પોતાના પુત્રોને સમજાવીને બચાવવા અપીલ કરી હતી.
શ્રીનગર આર્મીએ શુક્રવારે કહ્યું હતુ કે ૮૩% આતંકીઓનો સુરક્ષા દલો પર પથ્થરમારો કરવાનો ઈતિહાસ છે. લેફટનન્ટ જનરલ કે.જે.એમ. ધિલ્લોને શ્રીનગરમાં પત્રકારોને જણાવ્યું હતુ કે અમરનાથ યાત્રા રૂટ પર શસ્ત્રોના કેસની શોધખોળ જેમાં યુ.એસ. દ્વારા બનાવેલ સ્નાઈપર રાઈફલ અને એક એન્યિપર્સનલ લેન્ડમાઈન્સ, પાકિસ્તાની હસ્તકના નિશાનીઓ છે. તેના વધારાના પૂરાવા છે. યાત્રા માટે ખતરો. અમે કાશ્મીરમાં બળવો અંગેના ડેટાનું શક્ષંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. કાશ્મીરી માતાઓને મારી વિનંતી છે, આ ધ્યાનથી સાંભળો: ૮૩ ૮૩% સ્થાનિક આતંકવાદીઓ એક સમયે પથ્થરમારો કરતા હતા. તેથી, જો આજે તમારો પુત્ર ૫૦૦ રૂપિયામાં દળો પર પથ્થરમારો કરી રહ્યો છે, તો તે આવતી કાલનો આતંકવાદી છે, જનરલ શહહલ્લિોને કહ્યું. ત્યારબાદ તેમણે આતંકવાદીઓની ટૂંકી આયુષ્ય અંગેનો ડેટા રદ કરતાં કહ્યું કે, આતંકવાદી બનેલા જ્ઞર ૬૪% લોકો બંદૂકથી જીવવાનું પસંદ કરતા એક વર્ષમાં માર્યા ગયા હતા. સાત ટકા આતંકીઓ ૧૦ દિવસની અંદર, એક મહિનામાં ૯%, ત્રણ મહિનામાં ૧૭%, છ મહિનામાં ૩૬% અને એક વર્ષમાં ૬૪% મૃત્યુ પામે છે. જો માતા-પિતા તેમના પુત્રને પથ્થરમારો કરતા રોકે નહીં, તો બંદૂક ઉપાડ્યાના એક વર્ષમાં તેને દૂર કરવામાં આવે તેવી સંભાવના છે, “જનરલ ધીલ્નિે ઉમેર્યું. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરના વાતાવરણને વિક્ષેપિત કરવા માટે પાકિસ્તાન ભયાવર છે, જે ચોક્કસ ગુપ્તચર માહિતીથી સ્પષ્ટ થાય છે. પ્રેસ બ્રીફિંગમાં ઉપસ્થિત આઈજીપી (કાશ્મીર) એસ પી પાનીએ જણાવ્યું હતું કે, ખીણમાં આઈઆઈડી વિસ્ફોટો માટે ૧૦ થી વધુ ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા, મોટાભાગે પુલવામા અને શોપિયન વિસ્તારોમાં, પરંતુ સુરક્ષા દળોએ તેમનો સામનો કર્યો હતો. જનરલ ધિલીને કહ્યું કે ખીણમાં આઈઈડી દ્વારા આપવામાં આવેલી ધમકી વધુ સ્પષ્ટ હતી પરંતુ સુરક્ષા દળો દ્વારા અસરકારક રીતે તેનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે શોપિયનમાં શોધખોળ ચાલુ છે જ્યાં ગુરુવારે રાત્રે દળો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.