ટાઈગર જીંદા હૈ…
વાઘ સંવર્ધન એ એક મહારાષ્ટ્ર સરકારનું મહત્વનો પ્રોજેકટ ગણી શકાય ત્યારે ભોપાલથી ૩૩૦ કિ.મી.ના ગાળામાં પરાયેલ વાઘ સેન્ચ્યુરીમાં વાઘોની સંખ્યા તેમજ તેના સંવર્ધન માટે ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ૨૦૦૬ની ગણના પ્રમાણે વિશ્વમાં ૧૪૧૧ વાઘની સંખ્યા હતા. જેમાંથી મધ્યપ્રદેશમાં ૩૦૦ની સંખ્યા નોંધાઈ હતી. ૨૦૧૦માં ૧૭૦૬ નોંધાઈ હતી જે ૨૫૭ મધ્યપ્રદેશમાં નોંધાઈ છે. જ્યારે ૨૦૧૮માં વિશ્ર્વમાં કર્ણાટક સરકાર ૫૨૪ની સંખ્યા સો બીજા ક્રમે હતી.
જ્યારે ટોપ પાંચની વાત કરવામાં આવે તો તેમાં ઉત્તરાખંડ ૪૪૨, મહારાષ્ટ્ર ૩૧૨ અને તામિલનાડુ ૨૬૪ સાથે નોંધાઈ છે. જ્યારે એક સમય હતો કે, વાઘની સંખ્યા માટે મધ્યપ્રદેશ સરકારમાં એક પણ વાઘની સંખ્યા વધી ન હતી. પરંતુ હાલના સમયમાં કહી શકીએ કે, ઝીરોમાંથી ૫૦ નવા બાળ વાઘની સંખ્યા તરફ મધ્યપ્રદેશ સરકાર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પન્ના ટાઈગર પાર્કમાં ૬ વાઘને બચાવી લેવામાં આવ્યા હતા. જેથી સરકારને ટાઈગર સ્ટેટ તરીકેનું બિરુદ મળ્યું.
જો વાત કરવામાં આવે તો પીટીઆરનો મુખ્ય સ્લોગન ‘જન સમર્થન સે, બાઘ સંરક્ષણ’ તે જ એવું દર્શાવે છે કે, વાઘ સંરક્ષણ માટે આ સેન્ચ્યુરી કેટલી કટીબધ્ધ છે. પીટીઆર એટલે કે પન્ના નેશનલ પાર્કની સપના ૧૯૮૧માં થઈ હતી. જ્યારે આ પાર્કમાં વાઘ સંરક્ષણ ૧૯૯૪માં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સોંપવામાં આવ્યું. ૨૦૧૦માં કર્ણાટકમાં જે વાઘની સંખ્યાઓ વધી ત્યારે એવું પણ વાતાવરણ ઉભું થયું કે, મધ્યપ્રદેશને આપવામાં આવેલ ટાઈગર સ્ટેટનું બિરુદ કયાંકને કયાંક હણાય રહ્યું છે અને પ્રદર્શન નબળુ પડયું હતું. જ્યારે ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન રિપોર્ટ ૨૦૧૮માં નરેન્દ્ર મોદીએ જુલાઈ ૨૯ના રોજ એવું જાહેર કર્યું કે, મધ્યપ્રદેશ રાજ્ય ૫૨૬ વાઘ સાથે દેશનું પ્રથમ રાજ્ય અવા તો પ્રથમ ઘર વાઘ માટે બની રહ્યું છે. જે રીતે ગુજરાત સિંહનું ઘર છે તે જ રીતે મધ્યપ્રદેશ એક વાઘના ઘર તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે.