રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને અને ઇન્ડિયન યંગ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ મળી રહે અને દાતાઓ આવી વસ્તુઓ આપી શકે તે માટે કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રેમના પટારાની માનવતાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત સરકારે સામાજિક સેવા માટે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે.દિવ્યાંગોના માત્ર સાધનો માટે જ રૂપિયા 50 કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે કલ્યાણ બોર્ડ અને તેના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે સામાજિક સંસ્થાઓના સહયોગ વચ્ચે સરકાર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.