ગુજરાત સરકારમાં કૈલાસનાથન એક એવા નિવૃત સનંદી અધિકારી છે કે જેઓ ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજયોના રાજકારણથી પરિચીત છે. ભાજપનો ચુંટણી ઢંઢેરો હોય છે. મોદીના ચુંટણી લક્ષી પ્રવચનો આ બધુ સંભાળ કૈલાસનાથન એક પીઢ અધિકારી અને સલાહકારની ભુમિકા ભજવી રહ્યા છે.
૨૫ મે ૧૯૫૩ માં જન્મેલા કુનિયલ કૈલાશનાથન ૧૯૭૯ કેડરના આઇ.એ.એસ. ઓફિસર છે. તેઓએ મોદી સાથે ઘણું કામ કર્યુ છે. જે આનંદીબહેન સરકાર વખતના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી છે. તેમની કેરીયરની શરુઆત ૧લી સપ્ટેમ્બર ૧૯૮૧ માં આસિસ્ટન્ટ કલેકટર તરીકે શરુ કરી હતી. મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી. કેમીકલ્સ અને યુનિવર્સિટી ઓફ વેલ્સથી તેમણે એમ. એ. ઇકોનોમિકસની ડીગ્રી મેળવી છે. જે ૧૯૮૫માં સુરેન્દ્રનગર અને ૧૯૮૭ માં સુરતના કલેકટર પણ હતા.
જયારે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ઓફ એકિઝકયુટીવ ઓફીસર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. ૧૯૯૯ થી ૨૦૦૧ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કમિશ્નર પણ રહી ચુકયા છે. જયારે તેઓ ૩૧મી મે ૨૦૧૩માં મુખ્યમંત્રીના એડીશનલ ચીફ સેક્રેટરી પદેથી વય નિવૃત થયા બાદ ૩૩ વર્ષની સર્વીસ પછી મોદીએ સી.એમ.ઓ. માં ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી ની પોસ્ટ પર બેસાડયા હતા જે ૬૬ વર્ષની ઉમરે જયારે તેઓનું વિશીષ્ટ એકસ્ટેશન પૂર્ણ થવાનું છે ત્યારે નર્મદા નિગમના કુશળ સંચાલન માટે તેમને નર્મદા નિગમના ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં નર્મદાના પાણી અને સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ નું કુશળ સંચાલન અને કે.કે. ના માર્ગદર્શન નીચે ગુજરાતમાં પાણી પ્રશ્ર્નોને ઉકેલવા માટે તેને ચેરમેન પદે નિયુકત કરવામાં આવ્યા છે. જયારે તેમની કુનેહ અને અન્ય કોઠાસુઝને ઘ્યાને લઇ તેને રાજયપાલ તરીકે નિયુકિતની અળચણો પણ વહેતી થઇ હતી પરંતુ સરકાર દ્વારા કુશળ ઓફીસર ને કુશળ સંચાલન માટે સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડના ચેરમેન પદભાર સોંપાયો છે.