રાજયસભામાં પહેલા જ બીલ થઇ ગયું છે પસાર
દેશમાં બાળવિરોધી અપરાધને કડક હાથે દામી દેવા સરકાર દ્વારા પોસ્કોમાં સુધારા કરવાની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. કાયદાનું રુપ આપવાની દિશામાં સરકારે મહત્વના પગલા ભર્યા છે. લોકસભાના ઉપલા સદનમાં આ ધારાને મંજુરીની મહોર લાગી ગઇ છે. જેમાં પોસ્કો માં દંડ સહીતની જોગવાઇ આકરી કરવાની સાથો સાથ ચાઇલ્ડ પોનોગ્રાફીની સ્પષ્ટ વ્યાખ્યા અને પોનોગ્રાફીને પણ સજા પાત્ર બનાવવાનું નિશ્ર્ચિત બનાવાયું છે.સંસદમાં પોસ્કો સુધારા બીલ મહીલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા તમામ પ્રક્ષોના સહકાર, સાક્ષી મૂકીને મૃત્યુ દંડની જોગવાઇ અંગે સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે આ કાયદો દેશની ૮૯ ટકા વસ્તીને સુરક્ષા પ્રદાન કરશે.
દેશમાં ૪૩ કરોડ બોળકો વસી રહ્યા છે. દેશમાં બાળ અત્યાચારની નાબુદી માટે સરકારે પોનોગ્રાફીને સ્પષ્ટ વ્યાખ્યિપિત કરી તેમ પણ દંડ સહીતમાં આવરી લેવામાં આવી છે. સરકારને એક ઓનલાઇન ચેનલ પર પોનોગ્રાફીના માઘ્યમથી ૫૦૦૦ ફલોવરનું નેટવર્ક ઘ્યાને આવ્યું હતું. જેમાં બાળકોને ઇન્કેકશનન માઘ્યમથી હાર્મોન આપીને જાતીય રીતે ઉત્તેજીત કરવામાં આવતાં હતા. સરકારે આ વાત ઘ્યાને લઇને પોનોગ્રાફીને પણ સમપાપ્ર બનાવી છે. સાથે સાથે બાળકોના હોર્મોન કે રાસાયણિક દવાઓથી વહેલા પુખ્ત થવા માટે વિવશ કરવામાં આવતા હોય તો તેને પણ આકરી સજા આપવામાં આવશે. સીબીએસી અભયાસરમાં શાળાના બાળકોને સારી અને ખરાબ બાબતોથી ચેતવવામાં આવશે.
દેશભરમાં બાળકોને સારા નરસાની સંસ્કારી સમજ આપવા માટે ૪૦૦૦૦ શિક્ષકોને જાગૃતિ કાર્યક્રમો માટે ખાસ તાલીમ આપવામાં આવશે આરએલપીના હનુમાન બનીવાલે પોતાની પ્રતિક્રિયા આપી હતી કે ખરેખર બાળકોનું શોષણ કરતા આવા અપરાધીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવા જોઇએ.
ભાજપના સાંસદ કિરણ ખેરે જણાવ્યું હતું કે આવા મામલે અપરાધીઓને સિધોસિધા ફાંસીએ ચડાવી દેવાને બદલે રસાયાણિક રીતે ખસીકરણ કરી દેવું જોઇએ.
દેશમાં બાળ અત્યાચારના અપરાધને કડક હાથે ડમી દેવા સરકારે પોસ્કોમાં મૃત્યુદંડ સુધીની જોગવાઇને કાયદાનું રુપ આપવાની કવાયતને તમામ વર્ગનો આવકાર મળ્યો છે.