મધ્યસ્થ પેનલે સીલબંધ કવરમાં રજૂ કરેલા રિપોર્ટ અને કેસની નિયમિત સુનાવણી યોજવા સુપ્રીમ કોર્ટ આજે આખરી નિર્ણય કરશે
આશરે એક સદીથી રામમંદિર અને બાબરી મસ્જિદની વિવાદીત માલીકીનો મુદો વણઉકેલાયો રહે છે. રાજકીય સામાજીક અને કોર્ટમાં તારીખ પે તારીખના કારણોસર આ વિવાદીત મુદો શરૂ થયો ત્યારે જયાં હતો ત્યાંને ત્યાં જ રહેવા પામ્યો છે. હિન્દુઓનાં દાવા મુજબ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરનાં સેનાપતિ મીર બાકીએ આક્રણ કરીને બાબરી મસ્જીદ બનાવી હતી ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ હતી આ સ્થાન માટે હિન્દુઓની લાગણીને નિહાળીપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ બંધ થાનના તાળા ખોલાવીને પૂજન અર્ચન કરવાની છૂટ આપી હતી જયારે પૂર્વ વડાપ્રધાન નરસિહરાવની સરકારના કાર્યકાળ દરમ્યાન ૧૯૯૧માં એલ.કે. અડવાણીએ નરેન્દ્ર મોદીના સારથી પદે સોમનાથથી અયોધ્યા યાત્રા કાઢી હતી.
જે બાદ દેશભરનાં હિન્દુઓમાં નીકળેલા રામ જન્મભૂમિ મૂકત કરાવવાના આક્રોશ બાદ કારસૈનિકોએ ૬ ડીસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પાડયો હતો જે બાદ ભગવાન શ્રીરામનું નાનુ મંદિર બનાવી દેવામાં આવ્યું હતુ આ સ્થાન પર વિશાળ રામમંદિર બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. આ સ્થાનની ૨.૭૭ એકરની જમીનની માલીકે મુદે ચાલતા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ જમીનને ત્રણ હિસ્સામાં વેંચી દેવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ હતી સુપ્રીમ કોર્ટે આ કેસ કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન માનીને તેનો ચર્ચા વિચારણાથી સર્વસંમતિથી ઉકેલ લાવવાના પ્રયાસ રૂપે મધ્યસ્થા પેનલ બનાવી હતી પરંતુ મધ્યસ્થા પેનલના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા પેનલે ગઈકાલે પોતાનો સીલબંધ કવરમાં રીપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.
અયોધ્યા વિવાદનો સમાધાનકારી ઉકેલ માટે રચવામાં આવેલી મધ્યસ્થી સમિતિએ કરેલી લાંબા ગાળાની કવાયત કોઈ પરિણામદાયી નિષ્કર્ષ સુધી ન પહોચતા સુપ્રીમ કોર્ટે આ મામલાના કાનૂની વિકલ્પ માટે છેવટે રામજન્મભૂમિ બાબરી મસ્જીદની ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીનની માલીકીને લઈને નોંધાયેલા વિવાદની સુનાવણી માટે દરરોજ સુનાવણી માટે કાર્યક્રમનો મુસદ્દો તૈયાર કર્યો છે. કાર્યક્રમની આજે સુનાવણી થનારી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઈ, ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ અને એસ. અબ્દુલ નજીરની સંયુકત ખંડપીઠ આ મામલો હાથ ઉપર લઈ વિવાદીત જમીનની માલીકીના કેસનો વિવાદ દરરોજ સુનાવણી કરી ઉકેલવા માટે કવાયત હાથ ધરશે આ કેસની સુનાવણી મા અલ્હાબાદ હાઈકોર્ટમાં સપ્ટેમ્બર ૩૦.૨૦૧૦ની સ્થિતિમાં દાખલ થયેલી અપીલ અરજીઓ અને અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદીત જમીનને ત્રણ સરખા ભાગમાં એક રામલ્લા બીજો નિર્માણી અખાડા અને ત્રીજો સુન્ની વકફ બોર્ડને સરખે ભાગે વહેચી દેવાના થયલે ચૂકરદા સામે થયેલી અપીલોને હાથ ઉપર લઈ સુપ્રીમ કોર્ટમાં આજથી આ મામલો ચુકાદા સુધી દરરોજ સુનાવણી દ્વારા ઉકેલવા માટે કવાયત હાથ ધરશે.
અયોધ્યાની વિવાદીત જમીનના માલીકીપણાના દાવાઓનો આ કેસ સર્વપક્ષીય સમાધાનથી ઉકેલાય તે માટે બનેલી મધ્યસ્થી સમિતિમાં સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયમૂર્તિ એફએમઆઈ કાલીફૂલ્લાહ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી રામપંચ અને આધ્યાત્મિક ગૂરૂ શ્રી રવિશંકર દ્વારા જુલાઈ ૧૮ના દિવસે સુપ્રીમકોર્ટમાં આવિવાદના ઉકેલ માટેના ઉકેલ માટે અકે પખવાડીયાનો સમય માંગ્યો હતો. પરંતુ આ સમિતિ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા અલગ અલગ પક્ષકારો વચ્ચે સમજૂતી અને સમાધાન કરાવવામાં સફળ ન થતા મધ્યસ્થીના પ્રયાસોને આટોપી લેવાયા હતા. મધ્યસ્થી સમિતિએ સતત ૧૫૫ દિવસ સુધી ફૈઝાબાદમાં સમાધાનના પ્રયાસોમાં તમામ પક્ષકારો ઉપરાંત આ મામલા સાથે જોડાયેલા વિવિધ વર્ગના લોકો, રાજકીય પક્ષ લોકો અને હાઈકોર્ટના ચૂકાદા સમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરનાર હિન્દુ અને મુસ્લિમ સંગઠનનો સાથે વાટાઘાટો કરીને સુપ્રીમ કોર્ટમા આ મુદે સમાધાન કરવા સહકાર માટે અપીલ કરી હતી.
સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતુ કે દરેક પક્ષકારોને એકમંચ ઉપર લાવવા અને આવિવાદનો ઉકેલ વાટાઘાટોથી લાવવા માટે પરસ્પરની સહમતિ માટે સમિતિ સફળ થઈ હતી પરંતુ તેમ છતાં પક્ષકારો કેટલાક સંવેદનશીલ મુદાઓને લઈને પોત પોતાના વલણ પર અફર રહેતા આ સમાધાન શકય બન્યું નહતુ.
૧૮ જુલાઈના દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ રયજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ૫ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે મધ્યસ્થીઓને સમાધાન માટેનો તેમનો અંતિમ અહેવાલ કોર્ટમાં રજૂ કરીને જો જરૂર હોય તો છેલ્લા ૯ વર્ષથી કોર્ટમાં પેન્ડીંગ પડેલી અપીલોની સુનાવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવે અને કોર્ટ એમ પણ જણાવ્યું હતુ કે જો મધ્યસ્થી સમિતિના પ્રયાસોથી પક્ષકારો સમાધાન માટે સહમત થાય તો તે માટે ઉપલબ્ધી ગણાશે. અયોધ્યા બાબરી મસ્જીદ વિવાદીત ભૂમિના માલીકીના મામલે અલ્હાબાદ હાઈકોર્ટકથીત વિવાદીત ભૂમિના મુખ્ય ત્રણ પક્ષકારોને સરખે ભાગે વહેચી દેવાનો ચૂકાદો આપ્યો હતો તેની સામે એકબીજા પક્ષકારોએ વાંધા ઉઠાવ્યો હતો આ મુદે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે ઓકટોબર ૨૪-૧૯૯૪ના ઈસ્માઈલ ફારૂક કેસના ચૂકાદામાં અયોધ્યાનો વિવાદીત મામલો સમાધાનથી ઉકેલવાની હિમાયત કરી હતી પરંતુ આ મુદે અત્યાર સુધી થયેલા ચાર પ્રયાસો અને લાંબી કાનૂની કવાયત અને મધ્યસ્થી સમતિની સતત જહેમત છતા આ મામલો સમાધાન મુદે કોઈની હારજીત વગર યથાસ્થિતિ કે અણઉકેલ રહેવા પામ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે દરરોજની સુનાવણી હાથ ધરી કેસનો ઉકેલ કાનૂની રીતે લાવવા માટે કવાયત હાથ ધરી છે.