ધો.૧ થી ૯નાં ૬૦ ટકાથી ઉપર માર્કસ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે: કાર્યક્રમની સંપૂર્ણ વિગતો સાથે કાર્યકરોએ અબતકની મુલાકાત લીધી
ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં રહેતા ઘેડીયા કોળી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ જ્ઞાતિબંધુઓનાં સાથ અને સહકારથી ગોઠવવામાં આવ્યો છે. આ સન્માન સમારંભમાં ધો.૧ થી ૯ સુધીની કક્ષામાં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ ધો.૧૦ અને તેની ઉપરની તમામ કક્ષામાં ૬૦ ટકા અને અંગ્રેજી મિડીયમ ૧ થી ૯ સુધીમાં ૬૦ ટકા ૧૦ ઉપરનાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અને તા.૩૧/૭/૨૦૧૯ સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ જમા કરાવી હોય તેવા તેજસ્વી તારલાઓનું જાહેર સન્માન કરી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે ને સમાજમાં જાગૃતિ આવે તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમ આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
આ પ્રસંગે કોળી સમાજનાં સંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સભ્યો, જુદા-જુદા મંડળોનાં હોદેદારો, સરપંચો, કર્મચારીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો, બિઝનેસમેનો, શિક્ષણશાસ્ત્રીઓ તથા સામાજિક કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આથી આપને મિત્રો સહિત આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. આ કાર્યક્રમ ઓપન એર થિયેટર, બાલભવન નહેરૂ ઉધાન રેસકોર્સ, રાજકોટ ખાતે તા.૧૧ને રવિવારે બપોરે ૧ કલાકે શરૂ થશે.