સતત બીજા મહિના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી ગ્રાહકોને આ ઘટાડાનો લાભ મળશે. હકીકતમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 62.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટવાના કારણે ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું કે સબસીડી વિના અથવા બજાર કિંમતના એલપીજીની કિંમત 574.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. નવા દરો બુધવારે અડધી રાતથી લાગૂ થઇ ગયા છે. અગાઉ પહેલી જુલાઇથી સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.