“અલંગના જુના પડતર કેસોમાં કાર્યવાહી તાં જ ફણીધરો બેઠા યા અને પ્રત્યાઘાતો છેક ગાંધીનગર સુધી પડ્યા !”

એમ કહેવાય છે કે કરંડીયામાં એક કેરી બગડે તો પણ દુર્ગંધ તો આવેજ. પરંતુ જયદેવ આખા કરંડીયાની કેરીને બગડવા દેવા માંગતો ન હતો જેથી ફૌજીને ભાવનગર ખાતેની કચેરીએ હાજર રહેવાનું કામ સોંપી દીધુ અને સ્પેશ્યલ સ્કોડને તે હંમેશા જિલ્લાના અન્ય તાલુકાઓમાં કામગીરી માટે જવાનું રહેતુ આથી આમ તો ફૌજીને મજા પડી ગઈ હતી. જેવી જીપ રવાના થાય એટલે પાછળથી ફૌજી ઓફીસ છોડીને શહેરમાં રખડયા કરતો. જયદેવ પણ પોતાના બાતમીદારો અને અન્ય જવાનોથી ફૌજી શહેરમાં શું પ્રવૃતિ કરતો તેની પાકકી ડાયરી રાખતો. એક વખત જાણવા મળ્યુ કે આ ફૌજી તેની મરજીથી સુરત ક્રાઈમ બ્રાંચના એક અધિકારી સાથે બે ત્રણ દિવસ થી ફરી રહ્યો છે. આ અધિકારી અગાઉ ભાવનગર એસ.સી.બી.માં નોકરી કરી ગયેલા ત્યારે ફૌજી તેમનો અંગત માણસ હતો. એક વોન્ટેડ અને માથાભારે પણ લપાતો છુપાતો આરોપી એવો વરજાંગ ભરવાડ સુરત કાંઈક મોટી લુંટકે સોપારી લઈ આવેલો. તેને પકડવા સુરત પોલીસ ભાવનગર આવેલી વરજાંગ ભાવનગર અને વરતેજ પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં પણ વોન્ટેડ હતો.

એક દિવસ પોલીસવડાએ જયદેવને પુછયુ કે તમે આ ફૌજી પાસેથી શું કાંઈ કામ લો છો કે નહિ ? જયદેવને ખ્યાલ આવી ગયો કે પોલીવ વડાને પણ હકીકત મળી ગઈ લાગે છે કે ફૌજી હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચ સાથે જ ફર્યા કરે છે.આથી જયદેવે કહ્યુ હા હમણા ફૌજીને સુરત ક્રાઈમ બ્રાંચ આરોપી વરજાંગ ને પકડવા આવી છે. તેમની મદદમાં મુકયો છે. આથી પોલીસવડા એ કહ્યુ તમે ફૌજીને કહેજો કે પહેલા આરોપી વરજાંગને આપણા ભાવનગરના ગુન્હાના કામે અટક કરવાનો છે. સુરત પોલીસને પછી સોંપવાનો છે. જયદેવે કહ્યુ હું તે રીતે કામગીરી અને કાર્યવાહી કરવા ફૌજીને સુચના કરી દઈશ જયદેવે ફૌજીને કહ્યુ કે આરોપી વરજાંગને આપણે ભાવનગર જિલ્લા પોલીસે પણ પહેલા પકડવાનો છે અત્યારે ભલે સુરત પોલીસ પરસેવો પાડે. આથી ફૌજીએ કહ્યુ ભલે સાહેબ

"police-house-handed-over-to-criminal-jaydev-at-balaja-police-station,-just-like-krishna's-sacrifice!"
“police-house-handed-over-to-criminal-jaydev-at-balaja-police-station,-just-like-krishna’s-sacrifice!”

વરજાંગ રીઢો બનેલો અને પાકકો ગુનેગાર હતો સહેલાઈ થી અને સીધી રીતે મળી જાય તેવો ન હતો તે માં પણ જયારે સુરતની મલાઈ અને મોટો દલ્લો હાથમાં હોય ત્યારે તો ખાસ લુચ્ચા ચિત્તાની માફક સંતાતો ફરતો. સુરત ક્રાઈમ બ્રાંચે ખુબ પ્રયત્નો પછી થાકીને ભાવનગરના કોન્સ્ટેબલ ફૌજીને સાથે રાખેલો કેમકે ફૌજી પણ ભાવનગરનો કીડો હતો. ફૌજીએ લુચ્ચાઈ પુર્વક સુરત પોલીસને કહ્યુ કે હુ મદદ કરવા તૈયાર છુ પણ હુ તમને મદદ કરૂ છુ તે વાત ખાનગી રહેવી જોઈએ કેમકે મેં અત્યાર સુધી મારા સ્કોડને કોઈ માહિતી આપી નથી. જો  હું મદદ કુરૂ અને તમે પકડીને લઈજાવ આને આ માહિતી ફરતી ફરતી ફેલાય તો પોલીસવડા મારા ઉપર શંકા કરે ભાવનગરને બદલે સુરત પોલીસની કેમ વફાદારી ? તે પ્રશ્ર્ન મારા માટે ધાતક બને.

આખરે ફૌજીની મદદથી સુરત ક્રાઈમ બ્રાંચે વરજાંગને પકડી પાડયો અને ઉપાડીને સુરત રવાના થઈ ગયા પરંતુ ભાવનગર ના દૈનીક સમાચારપત્રોેએ આ સમાચાર હેડલાઈનમાં ચમકાવ્યા ભાવનગર પોલીસ અંધારા માં રહિ અને ડોન વરજંગને ઉપાડી જતી સુરતની બાહોશ ક્રાઈમ બ્રાંચ ફૌજીને એમ હતુ કે હું સુરત ક્રાઈમ બ્રાંચને મદદ કરુ છું તે કોઈને ખબર નથી પરંતુ જયદેવે તો અગાઉથી જ પોલીસવડાને તેની માહિતી આપી દીધી હતી. આ સમાચારો પ્રસિધ્ધ થતા જ સંવેદનશીલ અને તેજી પોલીસવડા એકદમ અકળાઈ ઉઠયા અને જયદેવને ચેમ્બરમાં બોલાવ્યો સાથે એલ.સી.બી.ના ઈન્સ્પેકટર અને બે ફોજદારોને પણ બોલાવ્યા. વોન્ટેડ આરોપી પકડવાનું મુળ કામ આમ તો એલ.સી.બી. (ક્રાઈમ બ્રાંચ જિલ્લાની )નું  જ પણ પોલીસ ખાતામાં તો જે કામ કરતા હોય તેને પહેલા ઠપકારવાના નિયમ મુજબ જયદેવને પણ બોલાવ્યો. પોલસવડાએ જયદેવને પુછયુ કેમ સુરત ક્રાઈમ બ્રાંચ વરજાંગને ઉપાડી ગઈ ?

જયદેવે અગાઉથી જ જવાબ નકકી કરી રાખ્યો હતો. તેથી કહ્યુ સાહેબ હુ તો આપને પહેલાથી જ કહ્યુ છુ આ ફૌજીની કાંતો સ્કોડમાં રહેવાની ઈચ્છા નથી અને કાંતો આ રીતે બીજાની વફાદારી કરી ભાવનગર પોલીસને લજાવવાની અને ભુંડા લગાડવાની કાર્યવાહી કરે છે. આથી જયદેવે અગાઉ કરેલ મૌૈખીક રજુઆતોને આ બનાવે સમર્થન આપ્યુ હોય તેવો ઘાટ થયો.

પોલીસવડાએ તાત્કાલીક કોન્સ્ટેબલ ફૌજીનો બદલી હુકમ સ્કોડમાંથી સીટીએ ડીવીઝન પોલીસ સ્ટેશનનો કરી દીધો અને જયદેવે જરા પણ વિલંબ કર્યા સીવાય તેનો અમલ પણ કરી ફૌજીને એ ડીવી પોસ્ટમાં રવાના કરી દીધો. હવે જે અફડાતફડી, ખટપટો અને અન્ય પ્રશ્ર્નો ઉભા થવાના હતા તે હવે એ ડીવી પો. સ્ટે ભાવનગરમાં ! એ ડીવી પો.સ્ટે. ના ઈન્સ્પેકટર પણ બનેલી આઈટમ હતી. વર્ષેાથી ભાવનગરમાં જ ફરીફરીને બદલી કરાવીને આવતા હતા તેથી તેઓ ફૌજીની તમામ ગેરલાયકાતોથી સંપુર્ણ વાકેફ હતા. તેમણે જયદેવને કહ્યુ બાપુ આ મુળો મારી તરફ મોકલ્યો ? જયદેવે કહ્યુ ના મેં નહિ મારી તો ફકત તેને સ્કોડમાંથી બદલવાની રજુઆત હતી બાકી મોકલવાનું કામ પોલીસવડાનું .

એ ડીવી પોલીસ સ્ટેશન ભાવનગર તે સમયે શાળા, કોલેજો-હોસ્પિટલો, સરકારી કચેરીઓના સતત બંદોબસ્તથી વ્યસ્ત  અને ઘરફોડ ચોરીઓ, હીરાની બબાલોથી ત્રસ્ત હતુ આ થાણામાં નોકરી કરતા નાની યાદ આવી જાય તેવી સ્થિતીમાં ફૌજી કે જેણે અત્યાર સુધીમાં સુંવાળી શાખાઓમાં અને અધિકારીઓના ખાસ અંગત વ્યકિત તરીકે ફુલ ફટાકીયા જેવી નોકરી કરેલી તેને માટે તો આ એક ભયંકર દુ:સ્વપ્ન તો ખરૂ જ પણ એક અપમાન પણ હતુ. વધારામાં વળી આ પીઢ અનુભવી અને રાજકીય પીઠ બળ ધારી પોલીસ ઈન્સ્પેકટર નોકરીમાં પણ લાદ કાઢી નાખે તેમ હતા.

ભાવનગરના તમામ અધિકારીઓ સંપુર્ણ બાબતથી માહિતગાર તો હતા જ પણ જયદેવે જે બે ત્રણ મહિનામાં જ કોઈનું નહિ માનતા કડક અને નિષ્ઠાવાન પોલીસવડા પાસેથી કોન્સ્ટેબલ ફૌજીનો બદલી હુકમ કરાવ્યો તેથી તેઓને આશ્ર્ચર્ય એ વાતનું હતુ કે આ ટાઢા પાણીએ ખસ જયદેવે કઈ રીતે કાઢી તેનુ હતુ. જો કે આ બાબતે જયદેવની ખાસ કાંઈ હોશિયારી ન હતી પણ બનાવો બનતા ગયા અને સંજોગો અનુસાર ઘટનાક્રમ બનતો ગયો તેનું અર્થઘટન જ તેણેએ રીતે પોલીસવડા સમક્ષ કર્યુ કે તેની રજુઆત ન્યાયીક હોવાનું માનવુ પડ્યુ . સ્કોડમાંથી ફૌજીની બદલી થતા અન્ય જવાનો ખુશીથી નાચી ઉઠયા કે હાશ ખટપટ ગઈ.

ત્યારબાદ બધુ બરાબર ચાલતુ હતુ સ્કોડની કામગીરી તો સર્વોચ્ય જ હતી પરંતુ દેશની સંસદની મધ્યસત્ર ચુંટણી આવી રહી હતી. અને ચુંટણી માટેના તુમૂલ યુધ્ધના ભણકારા વાગી રહ્યા હતા. ભાવનગર જિલ્લાના એક રાજકારણી નેતા મુંબઈ રીટર્ન અને મુંબઈ અંધારી આલમનો બહોળો અનુભવ લઈને આવેલા તેવા મી પર્ફેકટમેન ત્યારે ખુબ જ સક્રિય હતા તો વળી તેમના હરીફ જુથના મી હીલ લાયન પણ રાષ્ટ્રીય પાર્ટીમાં આક્રમક તેવરવાળા હતા ભાવનગર જિલ્લાના પોલીસવડા નિષ્ઠાવાન તો હતા જ પરંતુ અતિ સંવેદનશીલ અને સક્રિય પણ હતા તેમના મતે તો જિલ્લામાં કોઈ ચુંટણીલક્ષી ગુન્હો જ બનવો ના જોઈએ જો કોઈ નાનો સરખો બનાવ બનતો તો પણ વહેલી સવારમાં જ સીધા જે તે થાણા અમલદારને ટેલીફોન કરી ગુન્હાની હકીકત જાણી જાતે જ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચનાઓ કરતા આમતો પોલીસ ખાતાના નિયમ મુજબ આવી કાર્યવાહી જે તે વિભાગના નાયબ પોલીસ વડા કરતા હોય છે પરંતુ અતિ સક્રિય અને સંવેદનશીલતાના કારણે પોલીસવડા કરતા હોય છે. પરંતુ અતિ અતિસક્રિય અને સંવદેનશીલતાના કારણે પોલીસવડા કરતા હોય છે. પરંતુ અતિસક્રિય અને સંવેદનશીલતાના કારણે પોલીસવડા તમામ કાર્યવાહી માઈક્રો પ્લાનીંગ થી કરતા તેથી તેમના સંવેદનશીલ મગજમાં લોકસભાની મધ્યસત્ર ચુંટણીઓ દરમ્યાન આ મી પર્ફેકેટમેન અને મી હીલ લાયન બે મહારથીઓના આક્રમક જુથો જો અથડામણમાં આવે તો પોતાની કાર્યદક્ષતા ચુંટણીપંચ સમક્ષ ખામીયુકત ગણાય તેવી તેમની માન્યતા હતી. વળી આ બે જુથોનું મુળ કાર્યક્ષેત્ર ખાસ કરીને તળાજા અને ધોધા તાલુકામાં હતુ એક બાજુ આ ચિંતા અને બીજી બાજુ તળાજાના ફોજદારની સુસ્તીવાળી કાર્યવાહી ગરમી પકડતા જ ન હતા તેથી પોલીસવડાએ તળાજાના ફોજદારની અને આવનાર ચુંટણીઓમાં તે વિસ્તારમાંની કાયદો અને વ્યવસ્થાની સંભવીત પરિસ્થિત અંગે જયદેવ સાથે ફરી વખત વિચાર વિનિમય કર્યો.

આથી જયદેવને મનમાં વહેમ ગયો કે તળાજા ફોજદાર ઘગતા નથી અને પોલીસવડા તળાજાની ચર્ચા અન્ય કોઈ સાથે કરતા નથી અને પોતા સાથે જ કરે છે તો કદાચ તળાજાના પોલીસ સ્ટેશનનું સળગતુ ઘર તેના ભાગે આવે તેમ લાગે છે.

આથી જયદેવે તળાજા ફોજદાર પોતાના મિત્રને ટેલીફોન કરી ફરીથી સંભવીત આવનાર બદલીની આફતથી વાકેફ કરીને તેમની જુની આક્રમક સ્ટાઈલની કાંઈક ઝલકનો પરચો પોલીસવડાને બતાવી દેવા કહ્યુ પરંતુ કારણ ગમે તે હોય તળાજા ફોજદારે તેમની અસલ આક્રમક ઝલકનું પર્ફોમન્સ દર્શાવ્યુ જ નહિ. આખરે બે મહિના પછી પોલીસવડાએ સંસદની ચુંટણીની પુર્વ તૈયારીરૂપે તળાજાના ફોજદારની મહુવા પોલીસ સ્ટેશનની એક નાની એવી તળાવ ગેટ ચોકી ઉપર બદલી કરી દીધી. પોલીસવડાએ જયદેવને કહ્યુ તમે ચુંટણી પુરતા તળાજા જાવ છો ચુંટણીપુરી થયે હુ તમને અહિ પાછા લઈ લઈશ. પરંતુ જયદેવ પોલીસ ખાતાનો નિયમ જાણતો હતો કે બીત ગઈ સો બાત ગઈ જયદેવના શિરે તળાજા પોલીસ સ્ટેશનનો તાજ આવી ગયો તે આમ તો હવે સતત સંઘર્ષ અને બદલીઓથી કંટાળી ગયો હતો. કેમ કે નવી જગ્યાએ સેટ થવા બે ત્રણ મહિનાા સખત સંઘર્ષ અને પરીશ્રમ કરવો પડે તે પછી જ ક્રાઈમ ક્રીમીનલ ઠેકાણે પડે અને ખાસ તો તાબાના જવાનો અધિકારી સાથે કદમ મેળવતા થતા હોય છે છતા જયદેવે પાછુ મન મનાવ્યુ કે સાધુ ચલતા ભલા  જો કે તેની પાસે બીજો કોઈ ઉપાય પણ ન હતો.

જયદેવ તળાજા આવી ગયો. પોલીસ સ્ટેશનની હાલત જોઈ તેને પરસેવો વળી ગયો એક તો તળાજા હેવી પોલીસ સ્ટેશન અને ખુબ જ લાંબા સમયની પેન્ડન્સી કોઈ પોલીસ સ્ટેશનમાં જયારે કોઈ અધિકારી અનિચ્છાએ નોકરી કરે તો બે ત્રણ મહિનામાં જ પોલીસ સ્ટેશનના સમગ્ર વહિવટીતંત્ર અને કામગીરી દશા બેસી જતી હોય છે. થાણાના કામચોર અને પેધી ગયેલા કર્મચારીઓને જલ્સા થઈ જાય છે. પરંતુ કાર્યદક્ષ જવાનો મુંઝવણ અનુભવી ને જે આક્રમકતાથી ફરજ બજાવવી જોઈએ તે આક્રમકતા ગુમાવી બેસતા હોય છે. આથી ગુનેગારો અને બુટલેગરો તેમજ થાણા વિસ્તારના અર્ધરાજકારણી ખટપટીયા કમ ગુનેગારો માથુ ઉંચકી દેતા હોય છે આથી ગુન્હાઓની તપાસો સ્થગતિ થઈ જતી હોય છે. સંમસ વોરંટની અમલવારી ઘટે તે તો સમજ્યા પણ દારૂ જુગારના કેસો અને ટ્રાફીક કામગીરી ઘટતા ધંધાદારી ગુનેગારો પોલીસ કર્મચારીઓને ટલ્લે ચડાવી દાદ દેતા નથી હોતા આમ સમગ્રતયા જોતા જનતામાં પોલીસની છબી જે સામાન્ય રીતે છે તેમજ લોકો ચર્ચા કરે કે બધુ સુઘર્યુ પણ ખાતુ સુઘર્યુ પણ ખાતુ સુઘર્યુ નહિ !

પરંતુ આવા અધિકારીની બદલી થયા પછી જો આક્રમક અને તેજી પોલીસ અધિકારી થાણામાં નિમણુંક પામે તો તેની અસર અને છાપ બહુ સારી અને ઉંચી પડતી હોય છે. કેમ કે પોલીસના ફિલ્ડનું કામ તો જનતાની નજર સમક્ષ જ હોય છે અધિકારીની છાપ તો સારી પડે પરંતુ તે સામે તેને કચરો સાફ કરવાની મજુરી અને વેઠ પણ સારી એવી કરવી પડતી હોય છે.

હવે જયદેવ પ્રથમ પ્રમોશનના કિનારે આવી ગયો હતો. તેની પોલીસ સ્ટેશનમાં જવાની જાણ પણ ઈચ્છા ન હતી પરંતુ હવે જયારે લડાઈના મેદાનમાં ઉતર્યા જ છીએ તો પુરી તાકાત થી લડી લેવા તે સુસજજ થયો. જયદેવ પેલા સિધ્ધાંત મુજબ કાર્ય કરતો કે થડ જ કાપી નાખો ડાળી ડાંખળા આપોઆપ તુટી પડશે તે ન્યાયે જે તે પોલીસ સ્ટેશનમાં જે સૌથી ખતરનાક, માથાભારે અને આમ જનતા જેના નામથી બરાબર વાકેફ હોય અને સામાન્ય રીતે પોલીસ તેનું નામ લેતી ન હોય તેને જ સૌ પ્રથમ પકડીને જાહેરમાં કાયદો અને તંત્રની તાકાતનો પરચો બતાવવાનો ! થાણામાં જે કાર્યદક્ષ જવાનો હોય તેઓઆવી કાર્યવાહી માટે તૈયાર જ હોય છે પણ જરૂર હોય છે. થાણા અધિકારીના વિલપાવરની અને આવા તત્વો સામે લીધેલા આકરા પગલા ના તે પછી લાંબા સમય સુધી પડનાર વિવિધ પ્રત્યાધાત પડધા અને  તે પછીની પોલીસની તમામ કાર્યવાહી  અને ગતિવિધિ સામે થનાર વિવિધ વિરોધનો સામનો કરવાની તૈયારીનો. સામાન્ય રીતે કોઈ નવા પોલીસ અધિકારીએ કોઈ આવા અસામાજીક તત્વો સામે શરૂ માં જ કડક પગલા લીધા હોય તો તેનો વિરોધ કાંતો રાજકીય રીતે મતભીખુઓ અથવા કોઈ જ્ઞાતિઓ દ્વારા કે અન્ય કોઈ જુથો કે સંગઠનો દ્વારા ખાસ એટલા માટે કરવામાં આવે છે કે ભવિષ્યે આ પોલીસ અધિકારી ખાસ આ રાજકીય પાર્ટી કે જુથ કે સંગઠન કે જ્ઞાતિના સભ્યો ભલે પછી તે ગુનેગાર હોય તો પણ તેની વિરૂધ્ધ કાર્યવાહિ કરવા માટે સો વાર વિચાર કરે અરે કેટલાક વખત તો ખોટી કે ઉપજાવી કાઢેલી ફરીયાદો અને અરજીઓ પણ થતી હોય છે. જો કે સજજન અને સારા લોકો પોલીસ અને તંત્રને આવા સંજોગોમાં સહકાર આપવા પણ તૈયાર હોય છે. પણ અધિકારી નવા અને તેમનું સંકલન સારા અને કાર્યદક્ષ કર્મચારી તથા જનતા સાથેના સંપર્ક વગરનું હોય અને આ સંકલનનો વ્યુહાત્મક અને બુધ્ધો પુર્વક ઉપયોગ ન થાય તો કેટલીક વખત ખોટી રજુઆતો થતા ઈન્કવાયરીઓ અને ગુન્હા પણ દાખલ થતા હોય  છે. આથી તો પોલીસનું મોરલ પણ ડાઉન થઈ શકે જેથી પુરા આત્મવિશ્વાસ, હોશિયારી અને આવનાર લાંબા સમય સુધીના થનાર વિરોધનો સામનો કરવાની તૈયારી સાથે અને ઉચ્ચ અધિકારી જો વિશ્ર્વાસમાં હોય તો જ આવુ આક્રમણ કરવામાં આવે તો અવશ્ય અને ચોકકસ પણે ગુનેગારો અને અસામાજીક તત્વો દબાઈ જાય અને આમ જનતા મુકિતનો અહેસાસ પામી શકે. અસામાજીક તત્વો દબાઈ જતા તેમના દ્વારા કેટલાક પોલીસકર્મીઓને બ્લેક મેઈલ કરી દબાણમાં લાવી ખોટા કેસો કરાવી પોલીસનો થતો રાજકીય દુરપયોગ અટકાવી શકાય છે.

પરંતુ આ કાર્ય મહાભારતના અર્જુને કરેલા મત્સ્યવેધ જેવું અઘરૂ કાર્ય છે પણ અશકય ની. આ માટે જે તે પોલીસ અધિકારીએ જાતે કેટલીક પોતાની આદતો વિગેરેની કુરબાની આપવા તૈયાર રહેવુ પડે કે જેથી કરીને તેના વિરૂધ્ધ આક્ષેપોની કોઈ સંભાવના જ રહે નહિે.

જયદેવે પોતાના રાયટર અડેલાજીથાનાજી તથા અન્ય કાર્યદક્ષ જવાનો જાની, ગોહિલ, વાળા, સરવૈયા અને લાલજી સાથે વિચાર વિમર્શ કરી તાલુકાના ગામડાઓના ગુનેગારો ઉપર કરવાના આક્રમણનો પ્લાન અને નકશો તૈયાર કરી દીધો.

તળાજા ફોજદારની ચેમ્બરમાં જ એક લાકડાના ઘોડા ઉપર પચાસ-સાંઈઠ ગુન્હાના કેસ કાગળોનો ઢગલો પડયો હતો. જે કેસોની તપાસ ઘણા લાંબા સમયથી અધુરી જ પડી હતી. આ કેસો અલંગ પોલીસ સ્ટેશન તળાજા પોલીસ સ્ટેશનથી અલગ થયુ તે પહેલાના અંલગ આઉટ પોસ્ટના શિપ બ્રેકીંગ ઉધોગને લગતા વિવિધ અકસ્માતો આગ મજુરોના મૃત્યુ લાખો રૂપીયાના ઉચાપત ફ્રોડ વિગેરે પ્રકારના હતા જે કેસોમાં વિવિધ પ્રકારના રાજકીય કે ઔધોગીક માથાઓના રસ સમાયેલા તેવા સળગતા કેસો હતા અને તે જ કારણે આ કેસોની તપાસ આટલા લાંબા સમયથી પડતર જ હતી અને તે પણ ન ઘણીયાતી, ચાર્જલીસ્ટ બનાવ્યા સિવાયની !

પોલીસવડાને આ બાબતની જો કે ખબર જ હતી તેમ છતા જયદેવે તેમની સાથે આ કેસો સબંધે ચર્ચા કરીને જણાવ્યુ કે આ કેસોનો નિકાલ તો થશે પણ તેના પ્રત્યાઘાતો છેક ગાંધીનગર અને દિલ્હી સુધી પડશે આથી પોલીસવડાએ જયદેવને કહ્યુ મૈ હું ના ?

જયદેવે પ્રથમ બે ત્રણ દિવસ સુધી આ કેસોની ખાસ સ્ક્રુટીની કરી ત્રણ ટીમ બનાવી કેસોની ગંભીરતા મુજબ વહેચાણી કરી. જે સાપ પકડવા જેવા ગંભીર કેસો હતા તે જયદેવે પોતા પાસે રાખી, પુરાવાકિય પુર્તતા કરી ભાવનગર શિપ બ્રેકીંગને  લગતી ઓફીસોમાં પ્રવેશ કર્યો. બસ અફડાતફડી મચી ગઈ !

નિષ્ઠાવાન પોલીસવડાની જે માન્યતા હતી તેના થી વધુ આકરા પ્રત્યાધાત પડયા તેમ છતા તેમણે જયદેવને કહ્યુ આપ બરાબર હી કર રહે હૈ લેકીન ઈન લોગોને એન્ટીસીપેટરી બેઈલ કે લીએ જો કાર્યવાહી કી હૈ ઈસ મુતાબીક મામલા નિપટા લેના, મગર છોડનાર તો નહિ જ પરંતુ આવા સમાચારો અખબારોથી છાના તો રહે જ નહિ ? ભાવનગરના અખબારોમાં સમાચારો છપાયા ” મડદા બેઠા થયા

આ સમાચારોના પ્રત્યાઘાતો  તળાજા વિસ્તારના ગુનેગારો કે જે મગતરા જેવા હતા તેમાં જબ્બરદસ્ત ઘાક પાડતી રીતે પડયા. મગતરાઓમાં ચર્ચા થઈ કે ફોજદાર જોખમી લાગે છે જો કે ફોજદારની આવી વાતો થાણાના અમુક જવાનો ખાનગીમાં ગુનેગારોને પહેંચાડતા હોય છે ટુંકમાં તળાજા પોલીસ સ્ટેશનની ગાડી પાટે ચડી ગઈ અને પુરપાટ દોડવા લાગી. કાર્યદક્ષ જવાનો આક્રમક બનીને મામલા નિપટાવવા લાગતા પોલીસનું મોરલ એકદમ ઉંચુ આવી ગયુ ; કેસો, અરજીઓ , વોરંટ , સમંસનો નિકાલ થવા લાગ્યો. પોલીસદળ ચેતનવંતુ બની ગયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.