ઓખા મંડળમાં આવેલ દ્રાદશ જયોતિલીગ નાગેશ્ર્વર મહાદેવની પુજાનું વિશેષ મહત્વ રહેલ છે.
શ્રાવણ માસની વહેલી સવારની આરતીમાં શીવ કત જોડાય છે. વહેલી સવારે ૫.૩૦ ની તથા સાંજે ૮ વાગ્યાની આરતીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ અરતીનો લાભ પણ શિવ ભકતો મોટી સંખ્યામાં જોડાય છે. શિવલીંગને અભિષેક નો સમય સવારે ૭ થીસાંજે ચાર વાગ્યા સુધી રહે છે.
ગુલશન કુમારે આ મંદીરનો ર્જીણોધાર કર્યા પછી આ મંદીર પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે.
દ્વારકાની યાત્રાએ આવતા યાત્રીકો અહી ખાસ આવે છે. અહીંની વિશાળ શિવજીની મુર્તિ આ મંદીરની શોભાને ચાર ચાંદ લગાવે છે.