સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી જિલ્લા માં અનેક ગામો માં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા ના થાન ચોટીલા મૂલી અને ચુડા વિસ્તારમાં 2 ઈચ કરતા પણ વધારે વરસાદ પડયો છે ત્યારે અનેક નાના મોટા તળાવો વોખલાઓ ને નદીઓ માં નવા નીર ની આવક થઈ છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ચૂડા તાલુકામાં બે દીવસ પહેલા પડેલા વરસાદ ને કારણે ભારે મુશ્કેલી સજૅઈ હતી ત્યારે એક જ રાત્રમા પડેલ 85મીમી કારણે અનેક વોકળા અને નાળા મા પાણી આવ્યા હતા ત્યારે બે દીવસ થવા છતા હજુ પણ નાળા અને વોકળા માથી પાણી વહી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર ના કંથારીયા અને સોનઠા વચ્ચે 5થી6નાળા આવે છે તેની હજુ પણ પાણી વહી રહયા છે .
ત્યારે લોકોને અવરજવર મા ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ગોલશાણા ગામમાં ઉપરવાસમાં વરસાદ ને કારણે જે પાળા આવેલ છે તે તુટતા ઠેકઠેકાણે પાણી ભરયા છે તેમજ કંથારીયા થી સોનઠા તરફ રોડ પર પણ ઠેકઠેકાણે પાણી ભરયા છે તેમજ ખાડીયા અને કંથારીયા વચ્ચે 5વીજ પોલ પણ ધરાશયી થયા છે .આ વીજ પોલ ખેડૂતો ને મળતી વીજળી ના વીજ પોલ છે તેમજ હજુ સુધી તંત્ર દ્રારા કોઈ સુચક બોડૅ મૂકવામાં આવ્યા નથી.