તહેવારોની રજામાં ફરવા જતા લોકો ટ્રેનની આરામદાયક મુસાફરી વધુ પસંદ કરતા હોય છે. જેને કારણે ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. તહેવારોની રજાને પગલે જુદી જુદી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ પણ લાંબું લચક થતું હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનાનાં તહેવારોને ધ્યાને રાખી મુસાફરો સરળતાથી યાત્રા કરી શકે અને વેઇટિંગ લિસ્ટ લાંબું ન થાય તે માટે રાજકોટ રેલવે જંકશનથી પસાર થતી જુદી જુદી 10 ટ્રેનમાં વધારાનો કોચ લગાડવાનો નિર્ણય રાજકોટ રેલવે ડિવિઝને કર્યો છે. આ સાથે જ ભાવનગર ડિવિઝનની 8 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાડવાનો નિર્ણય લેવાયો છે. આ વધારાનાં કોચ ઓગસ્ટની પહેલી તારીખથી સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ સુધી એમ એક મહિના માટે અપ-ડાઉન ટ્રેનોમાં કાર્યરત રહેશે.
Trending
- અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.2.35 કરોડનું સોનું જપ્ત,તસ્કરોની યુક્તિ જોઈ પોલીસ પણ દંગ
- LPGના ભાવથી પેન્શન સુધી…1 જાન્યુઆરીથી આ 5 મોટા ફેરફારો દરેક ઘર અને દરેક ખિસ્સાને કરશે અસર
- આજે 3 શુભ સંયોગમાં સફલા એકાદશી, જાણો પૂજા પદ્ધતિ, વિષ્ણુ મંત્ર, મુહૂર્ત અને પારણનો સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી