જુલામાં સતત બીજા દિવસે મેઘ મહેર શરૂ રહેલ છે અને દોઢ ઈચ જેટલો વરસાદ સમગ્ર રાજુલા તાલુકામાં પડેલ છેજોકે ધીમીધારે વરસાદ ને કારણે કોઈ નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયેલ નથી. જ્યારે બીજી બાજુ ધીમો વરસાદ હોવાને કારણે નદી-નાળાં તથા તળાવોમાં કોઈપણ જાતના નવા નીર આવેલ ન હોવાથી ખેતી પાકને સારો એવો ફાયદો થયેલ છે પરંતુ હજુ પીવાના પાણીની સમસ્યા યથાવત રહેવા પામેલ છે હજુ જોરદાર વરસાદ આવે અને નદી અને ડેમો ભરાય તો પીવાના પાણીની સમસ્યા નો હલ થાય તેમ છે.
જોકે સવારથી અત્યાર સુધી સતત ધીમીધારે વરસાદ અવિરત શરૂ છે અને જોરદાર વરસાદ આવે તેવી પુરી શક્યતા છે. આ વરસાદ પડવાને કારણે જગતનો તાત ખુશખુશાલ થઇ ગયેલ છે અને ખેતી પાકને પણ સારો એવો ફાયદો થતાં વર્ષ સારું જાય તેવી સંભાવના ઊભી થયેલ છે.