વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ શરૂ થયો હતો. જો કે બપોર બાદ શહેરમાં આભ ફાટતાં સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. બપોરે બે થી 4 વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ 4થી 6 વાગ્યા વચ્ચે વધુ 4 ઈંચ વરસાદ થયો હતો. ત્યાર બાદ 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વધુ 8 ઈંચ વરસાદ પડ્યો હતો.
આમ શહેરમાં બારે મેઘ ખાંગા થતા શહેર જળબંબાકાર થયું હતું. જેને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ હતી. તેમજ 1 ઓગસ્ટે ખાનગી અને શાળા-કોલેજો રજા જાહેર કરવામાં આવી છે. તેમજ વડોદરા જતી 4 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ રવાના કરાઈ છે.