શિબિરમાં રાજકોટ જિલ્લા તથા શહેરનાં કાર્યકર્તાઓને બિરદાવવામાં આવ્યા: વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે શિબિરનું સમાપન
રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાત ભારતભરમાં જ નહી વર્લ્ડ લેવલે જે સંસ્થાનું રાજપૂત ક્ષત્રીય સમાજ લેવલે ઉચ્ચ સ્થાન ધરાવે છે. જેના કાર્યકર્તાએ સારા વર્લ્ડ લેવલે કાર્યરત છે.તેવી સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ જિલ્લા તથા રાજકોટ શહેર આયોજીત કાર્યકર્તા ચિંતન શિબિરનું આયોજન રામચરિત માનસ મંદિર રતનપર ખાતે રાખવામાં આવેલ હતુ.
જેમાં પ્રદેશ લેવલના ડો. જયેન્દ્રસિંહજી જાડેજા એમ.ડી. પી.ટી. જાડેજા અધ્યક્ષ, વર્લ્ડ રાજપૂત ઓર્ગેનાઈઝેશન, વીસુભા ઝાલા, પ્રદેશ અધ્યક્ષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, એમ.બી. જાડેજા રીટા, એજયુકેટીવ ડાયરેકટર, પીજીવીસીએલ, રાજકોટ અજીતસિહ જાડેજા, ભુણાવા, ટ્રસ્ટી એન.કે. જાડેજા ક્ધયા છાત્રાલય, જેઠવા રાજકોટ જીલ્લા પ્રમુખ વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા. પીટી જાડેજા રાજકોટ જિલ્લાનાં આગામી વર્ષનાં કાર્યક્રમો રાસ ગરબા, સમુહ લગ્ન, ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી તથા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સવિસ્તર માહિતી આપી.
અંતમાં સમારંભના અધ્યક્ષ ડો. જયેન્દ્રસિંહ માધવસિંહજી જાડેજા મેનેજીંગ ડાયરેકટર અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ખૂબજ ઉંડાણપૂર્વક રાજપૂત સમાજના તલશ્પર્શી મુદાઓ અને ચિંતન શિબિરનાં અગત્યના મુદાઓ આવરી લઈ સંગઠનની જરૂરીયાત અને રાજપૂત સમાધાન પંચની રચનાની સમાજ માટે શું ઉપયોગીતા છે. તેની જાણકારી અપાઈ. દરેક કાર્યકર્તાઓ જેમને આ સુંદર મઝાનું શીબીરનું સફળ આયોજન કરેલ તેવા દરકે કાર્યકર્તાઓના નામ જોગ લઈને તેની કામગીરી કદર કરી બીરદાવેલ હતા.
આ ઉપરાંત સંગઠનમાં ફેરફારની વિગતમાં કિશોરસિંહ જેઠવાની જીલ્લા પ્રમુખ રાજકોટ તરીકેની વરણી કરવામા આવેલ તેમજ પડધરી તાલુકા, કોટડા સાંગાણી અને ધોરાજી તાલુકાના કાર્યકર્તાની પણ વરણી કરવામાં આવેલ જે નીચે મુજબ છે. મહત્વનું છે કે રજીસ્ટ્રેશનની જવાબદારી પથુભા જાડેજા (ખોખરી), પ્રવિણસિંહ ઝાલા (નેકનામ), નિર્મળસિંહ ઝાલા (નેકનામ), ભુપતસિંહ પરમાર (મૂળી) દ્વારા સંભાળવામાં આવી હતી.
જહેમત ઉઠાવેલ કાર્યકર્તાઓમાં જયદેવસિંહ ગોહિલ (ધોરાજી), અનોપસિંહ જાડેજા (ખાખરાબેલા) નીભા ઝાલા પ્રમુખ મોરબી જિલ્લા તથા પડધરી તાલુકા પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ ઝાલા (ઈંગોરાળા) બલદેવસિંહ ગોહિલ (કુકડ) ભારતસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા.
શહેરમાં રેલનગર, ગાંધીગ્રામ, આશાપૂરાનગર, બ્રહ્મસમાજ
વગેરે સ્થળોએથી કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આ ઉપરાંત મહિલા સંઘના જયશ્રીબા જાડેજા
હિનાબા ગોહિલ, ધર્મિષ્ઠાબા જાડેજા અમદાવાદ, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ક્રિશ્ર્નાબા
ઝાલા, હંસનીબા જાડેજા, રીટાબા ઝાલા
સુરેન્દ્રનગર, ભાવનાબા વી. જાડેજા મીતાબા ગોહિલ અમદાવાદ, લીલાબા ગોહિલ
અમદાવાદ, જયશ્રીબા વાઘેલા અમદાવાદ, ગીતાબા જાડેજા, માયાબા જાડેજા, તથા સમગ્ર
મહિલા સંઘના સભ્યો હાજર હતા.