મુસ્લિમ સમાજની મહિલાઓના અધિકારોને મળશે રક્ષણ
તલાકના કેસોનો નિકાલ સ્પેશિયલ કોર્ટ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે સાથોસાથ જજોની સંખ્યામાં પણ વધારો કરાશે
મુસ્લિમ સમાજની બહેનો હવે સ્વતંત્રતા નો કરી શકશે અનુભવ
આઝાદી બાદ ગઈકાલે રાજ્યસભામાં એક અતિ ઐતિહાસિક ખરડો બહુમતિથી પસાર થયો છે. ઘણા સમયથી દેશભરમાં મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવનમાં જે સમસ્યા ભોગવવી પડતી હતી તેનાથી તેઓને છુટકારો મળી ગયો છે અને તેઓ હવે સ્વતંત્ર્તાનો શ્વાશ લેશે. મુસ્લિમ સમાજની મહિલાઓ માટે જે ત્રિપલ તલાકનો જે જટીલ કાયદો હતો તે મુસ્લિમ મહિલાઓ માટે એક અભિશ્રાપરૂપ ગણવામાં આવતો હતો. ત્યારે લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં આ કાયદાનું સ્વરૂપ લેવડાવવામાં આવશે. ત્યારે મુસ્લિમ પુરુષોને ૩ વર્ષ સુધીની જેલની સજા ફટકારવાની પણ વાત સામે આવી છે. જો તે તેમની પત્નીને ત્રિપલ તલાકના ઢાંચા હેઠળ તલાક આપશે તો.
મુસ્લિમ ધર્મની પરંપરા મુજબ મહિલાઓને પુરુષ સમોવડી ગણાવવામાં આવે તે માટે ત્રિપલ તલાકને રદ્દ કરવામાં આવ્યું છે. જેને લઈ સમગ્ર દેશમાં હિન્દુ તાથા મુસ્લિમ મહિલાઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે સનિક સ્તર પર જ્યારે એડવોકેટ, એનજીઓ તાથા મુસ્લિમ મહિલાઓને આ અંગે જ્યારે તેમના પ્રતિભાવો લેવામાં આવ્યા તો તેઓમાં એક ખુશીની લાગણીનો અહેસાસ થયો છે. લોકોનું માનવું છે કે, મોદી સરકાર દ્વારા જે અન્યાયકારી કાયદામાં ફેરફાર લાવવા માટે જે પ્રયત્નો હાથ ધરી ત્રિપલ તલાકને ગેરલાયક ઠેરવતો કાયદો લાવવાનો જે પ્રયાસ કર્યો છે તેનાી મુસ્લિમ મહિલાઓને ઘણુ રક્ષણ મળ્યું છે અને હવે મુસ્લિમ સમાજની મહિલા પુરુષ સમોવડી બને તેમાં પણ સહેજ પણ મીનમેક ની. અન્યાયકારી કાયદામાં ફેરફાર લાવવા માટે અનેકવિધ લોકોએ સરકારનો આભાર પણ માની પોતાનો રાજીપો વ્યકત કર્યો છે.
ત્રિપલ તલાક વિરોધી ખરડો પસાર તાં મુસ્લિમ મહિલાઓ માટે જાણે ઈદના ચાંદનો દિદાર થયો હોય તેવો દિવસ: હિનાબેન દવે
દેશભરમાં ચર્ચાયેલો ત્રિપલ તલાક વિરોધી ખરડો રાજ્યસભામાંથી પસાર થતાંની સાથે જ જાણે મુસ્લિમ મહિલાઓ માટે ઈદના ચાંદનો દિદાર થયો હોય તેવો દિવસ ઉગ્યો છે તેમ મહિલા વકીલ હિનાબેન દવેએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ તકે તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, મુસ્લિમ સમાજનો જે ત્રિપલ તલાકનો કાયદો હતો તે ખૂબજ જટીલ હતો. જેનાથી મહિલાઓના ઉતન માટે એક ટકાનો પણ ભાગ ન હતો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે સરાહનીય કામગીરી કરી જે ત્રિપલ તલાક વિરોધી ખરડો સંસદના બન્ને ગૃહમાંથી પસાર કરાવવામાં આવ્યો છે તેનાી મુસ્લિમ સમાજની બહેનોમાં એક અલગ જ જોશનો સંચાર થયો છે. નવા કાયદાથી મુસ્લિમ બહેનોને પૂર્ણત: ફાયદો થશે અને તે સમાજમાં આગળ પણ વધશે. પહેલા મુસ્લિમ બહેનો સ્વતંત્ર જીવી શકતી ન હતી અને સ્વતંત્ર્તાનો ભાષ પણ કરી શકતી ન હતી. પણ તે હવે ભૂતકાળ બની ગયું છે. નવો કાયદો લાગુ તાંની સો જ મુસ્લિમ બહેનોને
સમાન્તાનો અધિકાર મળશે અને તેમના દ્વારા જે ઓશિયાળી જીંદગી જીવવી પડતી હતી તે હવે નહીં જીવવી પડે. રાજકોટ શહેરમાં પ્રતિમાસ મહિલાઓ માટેના હજ્જારોની સંખ્યામાં કેસના ભરાવા તાં હતા પરંતુ હવે કેસના ભરાવા નહીં થાય કારણ કે આ અંગે સ્પેશ્યલ પ્રોવિઝન્સ કાયદા મંત્રાલય દ્વારા બનાવવામાં આવશે. જેથી તલાક અંગેના નિર્ણયો ત્વરીત લઈ શકાય.
કાયદો અધિકારોના રક્ષણ માટે બને છે જે મુસ્લિમ મહિલાઓ માટે ખૂબજ ફાયદારૂપ બની રહેશે: ભાવીનભાઈ દફતરી
એડવોકેટ ભાવીનભાઈ દફતરીએ ‘અબતક’ સો વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યસભામાં ત્રિપલ તલાક વિરોધી ખરડો બહુમતિથી પસાર થયો છે તેનાથી મુસ્લિમ સમાજની મહિલાઓને ઘણુ પ્રોત્સાહન મળ્યું છે અને હવે મુસ્લિમ મહિલાઓના અધિકારોનું પણ રક્ષણ કાયદો કરશે. કારણ કે, કોઈપણ કાયદો લોકોના મુળભૂત અધિકારોના રક્ષણ માટે જ બનાવવામાં આવતો હોય છે. મુસ્લિમ સમાજમાં જુની રૂઢી પ્રમાણે ત્રણ વખત તલાક બોલતાની સાથે જ મહિલાને તલાક આપી દેવામાં આવતો હતો. પરંતુ જો હવે કોઈપણ મુસ્લિમ યુગલે તલાક લેવો હોય તો તેઓએ કોર્ટ સમક્ષ આવવું પડશે. ત્યારે કોર્ટ પર બન્ને પક્ષોને પુછી તલાક લેવા માટેના કારણો પણ જાણશે અને જો કારણો યાયોગ્ય લાગશે તો તે દિશામાં કોર્ટ આગળ વધશે. વાત સાચી છે કે, ત્રિપલ તલાક વિરોધી ખરડો રદ્દ થતાં હવે કોર્ટ પર ભારણ વધશે પરંતુ તે માટે ન્યાયમંત્રાલય દ્વારા જજોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે તાથા ફેમીલી કોર્ટમાં પણ વધારો થાય તેવી આશા સેવવામાં આવી રહી છે. નવો કાયદો અમલી બનતાની સાથે જ મહિલાઓના અધિકારોને પણ પૂર્ણત: રક્ષણ મળી રહેશે. મુસ્લિમ સમાજમાં જે વર્ષો જૂની પ્રણાલી ચાલતી હતી અને તે પ્રણાલીમાં મહિલાઓને અનેકવિધ પ્રકારે ડર લાગતો હતો તે હવે નિકળી જશે. મુસ્લિમ સમાજના યુગલોનો પ્રશ્ન જે તલાકને લઈ હતો તે પહેલા મોલાઓ સંભાળતા જે હવે કાયદો સંભાળશે અને આ અંગેના માપદંડો પણ નકકી કરવામાં આવશે. હાલ નવો કાયદો લાગુ તાંની સો જ મહિલાઓ પરના જે અત્યાચારો તાં હતા તેના પર હવે પૂર્ણ વિરામ લાગી જશે.
ત્રિપલ તલાક અંગે લેવાયેલો નિર્ણય સમાજ માટે હિતાવહ નથી: હબીબ કટારીયા
હબીબભાઇએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રીપલ તલાક નો મુદ્દો સરકાર દ્વારા જે પસાર કરવામાં આવ્યો છે. તે મુસ્લિમ સમાજ માટે હિતાવહ નથી. ૧૪૦૦ વર્ષથી આ નિયમ ચાલ્યો આવે છે. અને સમાજ ના લોકો તેજ નિયમ ઉપર જ ચાલશે અને મહીલાઓ માટે કાયમી કાયદો જ છે કોઇપણ વ્યકિતઓને મનમેળ ન હોય તો તે છુટાછેડા લઇ શકે છે. પછી તે ગમે તે સમાજ હોય તો પણ છુટાછેડા નો નિયમ અનિવાર્ય જ છે.
મુસ્લિમ સમાજની બહેનો માટેનો આવનારો સમય ગૌરવવંતિત બની રહેશે: ગીતાબેન પટેલ
માનવ કલ્યાણ મંડળ ગુજરાતના પ્રમુખ ગીતાબેન પટેલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ત્રિપલ તલાક વિરોધી ખરડો પસાર થતાંની સાથે જ આવનારો સમય મુસ્લિમ સમાજની બહેનો માટે ગૌરવવંતિત બની રહેશે. મુસ્લિમ સમાજની મહિલાઓને પહેલા જે ભોગવવું પડતું હતું તે હવે નહીં ભોગવવું પડે. ત્યારે મુસ્લિમ સમાજની બહેનોની તરફેણમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે બહેનોએ પોતાના વાણીવર્તની નહીં પરંતુ પોતાના કર્મી આગળ આવવું પડશે અને સહેજ પણ સ્વછંદતા ન આવે તે માટે બહેનોએ પ્રયત્નો કરવા પડશે. ઈતિહાસ સાક્ષી છે કે, દુનિયાની માતા છે અને સમગ્ર વિશ્વસની ધરા એટલે નારી. ત્યારે સરકાર દ્વારા જે મુસ્લિમ સમાજની બહેનો માટે જે પ્રયત્નો હા ધરી ત્રિપલ તલાક વિરોધી ખરડાને પસાર કરવામાં આવ્યો છે તે સરકારની ખૂબજ મોટી જીત છે અને હવે મુસ્લિમ સમાજની મહિલાઓ પુરુષ સમોવડી બનશે તેમા પણ મીનમેક નથી.
સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણયમહિલાઓનાં હિત માટેનો, પણ હદિસમાં નિર્ણય બદલાવી શકાય નહીં: મુસ્લિમ મહિલાઓ
મુસ્લિમ મહિલાઓએ ‘અબતક’ સોની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના સંપ્રદાયમાં શરીયત એટલે ઈસ્લામી કાનૂન જે મોહંમદ પૈગમ્બર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. ત્રિપલ તલાક એ ૧૪૦૦ વર્ષ જૂનો નિયમ છે અને હદિસમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા જે નિયમ પસાર કરવામાં આવ્યો છે તે મહિલાઓના હિત માટેનો છે પણ તે સમાજ કે હદિસમાંથી તેને ફેરવી શકાય નહીં. પુરુષ અને મહિલા વચ્ચે જે અનબન હોય અને ઝઘડો તો હોય તો તે તલાક લઈ શકે છે. ત્રિપલ તલાકમાં એકવાર તલાક પછી એક મહિનાની રાહ જોઈ શકે છે. જો ફરીથી બન્ને હૃદય મળી જાય તો બન્ને વચ્ચે સમાધાન ઈ જતું હોય છે અને પોતે પોતાની જીંદગી ફરીથી શરૂ કરી શકે છે અને જો બન્ને વચ્ચે સમાધાન ન થાય તો બીજો તલાક થઈ શકે છે અને ત્યારબાદ પણ એક માસની રાહ જોવામાં આવે છે તેમ છતાં પણ જો બન્ને વચ્ચે સુલેહ ન થાય તો ત્રીજો તલાક મંજૂર કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા જે ત્રિપલ તલાક મુદ્દાને ધ્યાને લઈ નવો કાયદો બનાવામાં આવશે. તેમાં કોઈપણ નાના ઝઘડામાં મહિલાનો શોહર તેને તલાક આપી શકશે નહીં અને બન્નેની જિંદગી પણ ખરાબ નહીં થાય જેથી ઘરમેળે જ સમાધાન થશે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.
આ દિવસ મુસ્લિમ સમાજની મહિલાઓ માટે સોનાના સુરજ સમાજ: ભાવનાબેન જોશીપુરા
ભાવનાબેન જોશીપુરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રીપલ તલાક એ ખુબ જ સેન્સીટીવ રહ્યું છે. સ્ત્રીઓની જયારે વાત કરીએ તો એક મુસ્લીમ સ્ત્રીને અન્યાય શા માટે અને તેમને જીવન જીવવાના એનો લગ્ન વિષયક અધિકારમાં જે બંધારણ છે. મારી વકીલાતના ૩૭ વર્ષમાં અને સમાજ સેવાના ૪૦ વર્ષની એક સફરમાં અને જે એક સફરમાં કોઇ મુસ્લીમ સ્ત્રીના તલાકની વાત આવે છે એ ખુબ જ ગંભીર અવણવીય છે. અને જયારે દરજજા
યુકત જીવન ની વાત આવે ત્યારે તેમના દરજજાનું ખનન થતું હતું. અને ગઇકાલે લેવાયેલો નીર્ણય એ ત્રિપલ તલાકનો વિરોધ કરે છે અને એક તરફી તલાક ન થઇ શકે એને અખીલ હિંદ મહીલા પરીષદ ના માઘ્યમથી સમગ્ર ગુજરાતની બહેનો વતી હું ખુબ ખુબ આવકારું છું. અને મુસ્લીમ બહેનો માટે એક સોનાનો સુરજ ઉગ્યો છે અને બંધારણમાં જે લખેલુ છે કે સાર્થક થશે અને આ પ્રકારનું બીલ હું સમગ્ર ફરીયાદ જગતની હું બધી જ મહીલા તરફથી આવકારું છુ.