પાકિસ્તાન, ચાઇના, કેનેડા, યુ.કે, નેપાળમાં પણ ગુંજશે શિવનાદ
શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટનાન માઘ્યમ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના થશે જેમાં સમાજમાં ધર્મ, સંગઠન અને જાગૃતતાને લઇને ગુજરાતના ૧૧ જીલ્લા, ર૧ તાલુકા અને ૩૧ ગામડાઓમાં કુલ ૩૧૦૦૦ હિન્દુ લોકો ઓનલાઇન ટેકનોલોજી સાથે વોટસએપના માઘ્યમથી ઓમ નમ: શિવાય મંત્રજાપના મેસેજ સાથે સંપર્ક કરી ગુજરાત હિન્દુ સેનાની ર૧ નવી જવાબદારી સોંપી ૧.૨૫ લાખ હિન્દુ લોકો સુધી ઇન્ટરનેટના માઘ્યમથી મેસેજ પહોચાડશું, હિન્દુ સેનાના સાયબર ક્રાઇમ વોચ એન્ડ ઇન્વેસ્ટીગેશન સર્વીસ દ્વારા ર૧ મોબાઇલ અને ર લેપટોપથી હિન્દુ વિરોધી વેબસાઇટોને બ્લોક કરી શ્રાવણ માસની શુભેચ્છા પાઠવાશ.ે. જી.એચ.એસ.આઇ. દ્વારા (૧) સેમીનાર યોજાશે ઓ નમ: શિવાય મંત્રને લોકો સુધી પહોચાડવા કુલ ર૦૦૦ વોટસએપ ગ્રુપનો અને વધુ ફેસબુકનો ઉપયોગ થશે જેમાં પાકિસ્તાન, ચાઇના, કેનેડા, યુ.કે. નેપાળ, મા, હિન્દુ સેના દ્વારા ર૧૦૦૦ શિવજીના મેસેજ ફેસબુક, વોટરએપ દ્વારા પહોચાડશે. લેન્ડ જેહાદ ને લઇ ૧૧ બિલ્ડરો સાથે મીટીંગ કરાશે. શ્રાવણ માસના અંત સુધીમાં ૧૧ ડોકટરોનો સંપર્ક કરી સાથે જોડશે આ જ માસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત સિવાય પ દેશોમાં ૧૧૧ ઇ-મેઇલ ૧૧૧૧ વોટસએપથી મેસેજ થશે.
ગુજરાતમાં સુરત બરોડા, અમદાવાદ, વાપી, વલસાડ, રાજકોટ, મોરબી, જુનાગઢ, દ્વારકા,પોરબંદર અને જામનગર સહીતના શહેરોમાં સમીતી બેઠક થશે.
શ્રાવણ માસનો શિવજીમય બનાવવા ગુજરાતમાં હિન્દુ સેના
દ્વારા અથાગ પ્રયત્ન થતા હોય છે. જેમાં કુલ પ૦ યુવાનો અને રપ બહેનો દ્વારા અલગ અલગ
રીતે ધાર્મિકતાનું મહત્વ જાળવવા માટે આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે ઇન્ટરનેટનો
ભરપુર ઉપયોગ કરી શ્રાવણ માસમાં ઓનલાઇન શિવજીની આરાધના ગુજરાત હિન્દુ સેના દ્વારા
થશે. જે ધર્મ સંગઠન અને હિન્દુત્વના કાર્યોને સિઘ્ધ કરવા જીલ્લા, તાલુકા અને
ગામડાઓ સુધી ઇન્ટરનેટના માઘ્યથી ઓ નમ: શિવાય ના યજ્ઞને મંત્રજાપ દ્વારા ગુંજતો
કરાશે.