ગ્રામ્ય વિસ્તારોમાં એપીએલના કાર્ડ ઉપર થતા કેરોસીન વિતરણનો આજે અંતિમ દિવસ: હવે જે બીપીએલ અને એએવાય કાર્ડ ધારકોને ગેસ કનેકશન ની મળ્યા તેને જ કેરોસીન મળી શકશે
રાજ્યમાં આવતીકાલથી એપીએલ કાર્ડ ધારકોને કેરોસીનનું વિતરણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવનાર છે. હાલ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં એપીએલના કાર્ડ ઉપર કેરોસીનનું વિતરણ કરવામાં આવતું હતું. જેનો આજે અંતિમ દિન રહેશે. રાજ્યના અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રા.બ્રા. વિભાગના નાયબ સચિવે પરિપત્ર જાહેર કરીને એપીએલ કાર્ડ ધારકોને અપાતા કેરોસીનને સંપૂર્ણ બંધ કરવા તેમજ હવે જે બીપીએલ અને એએવાય કાર્ડ ધારકોને ગેસ કનેકશન નથી મળ્યા તેને જ કેરોસીન આપવાની સુચના જાહેર કરી છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યના લોકોને કેરોસીનના બદલે સ્વચ્છ ઈંધણ મળે તે હેતુથી પીએનજી અથવા એલપીજી ગેસ કનેકશન ધરાવતા ન હોય તેવા એપીએલ કેરોસીન કાર્ડ ધારકો સ્વૈચ્છીક રીતે અને સ્વ ખર્ચે પીએનજી અવા એલપીજી ગેસ કનેકશન મેળવી લે તેમજ ૧૦/૫/૨૦૧૮ના પરિપત્રથી અમુક નિર્ણયો લીધા છે. જેમાં પ્રથમ તબકકાની રાજયની ૮ મહાનગરપાલિકાઓના વિસ્તાર માટે એપીએલ કેરોસીન કાર્ડ ધારકોને તા.૩૧/૮/૨૦૧૮ સુધીમાં સ્વ ખર્ચે એલપીજી અવા પીએનજી જોડાણ મેળવી લેવા તેમજ ૧/૯/૨૦૧૮ી એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં ટીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવા અને બીજા તબકકામાં રાજ્યની ૮ મહાનગરપાલિકા સીવાયના બાકી રહેતા તમામ જિલ્લા મુખ્ય મકોમાં પણ એપીએલ કેરોસીન કાર્ડ ધારકોને ૧/૧૨/૨૦૧૮ી જિલ્લા મુખ્ય મથક વિસ્તારોમાં એપીએલ કેરોસીન રેશનકાર્ડ ધારકોને ટીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યને કેરોસીન મુકત બનાવવાના અભિગમને ધ્યાને લઈને રાજ્યના બાકી વિસ્તારોમાં પણ તમામ એપીએલ કાર્ડ ધારકોને તા.૧/૧/૨૦૧૯ી પીડીએસ કેરોસીનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય કરેલ છે. ત્યારપછી એલપીજી અવા પીએનજી નહીં ધરાવતા એપીએલ કાર્ડ ધારકોને ફરીથી ગેસ કનેકશન મેળવવાની તક આપેલ છે. હવે આવા તમામ એપીએલ કાર્ડ ધારકોને પુરતી તક અને સમય આપેલ હોય. હવે રાજ્યને કેરોસીન મુક્ત બનાવવાના અભિગમને ધ્યાને લઈ ફકત એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરવા અંગે અગાઉ લીધેલ નિર્ણયને કાયમી કરવા બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે રાજ્યના તમામ એપીએલ કેરોસીન કાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસના કેરોસીનનું વિતરણ આવતી કાલે એટલે કે ૧ ઓગષ્ટ ૨૦૧૯થી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બીપીએલ અને એએવાય કેરોસીન કાર્ડ ધારકોને ગેસ જોડાણ ની મળ્યા તેઓને જાહેર વિતરણ વ્યવસના કેરોસીનનું વિતરણ ચાલુ રહેશે.